વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજનું આકાશ

         આજે તો આકાશમાં જાંણે અવનવા રંગોથી રંગોળી પૂરી હોય એમ કેટલું સુંદર દેખાય રહ્યું છે.કાયરા ઘરનાં એક ખૂણામાં અંદર રમી રહી છે ત્યારે એની મમ્મી બૂમ પાડીને કાયરાને બોલાવે છે.
            કાયરા જલ્દી બહાર આવ જો આજે તો આકાશમાં જાંણે અવનવા રંગોથી રંગોળી પૂરી હોય એમ કેટલું મસ્ત દેખાય છે.માનો અવાજ સાંભળીને નાનકડી કાયરા દોડતી બહાર આવે છે અને જોઈને ખુશ થાય છે.
              ત્યાંજ વળી પક્ષીઓનું ટોળું ઉડતું દેખાય છે એટલે કાયરા પોતાની માંને સવાલ કરે છે.હે માં શું હું આ પક્ષીઓની જેમ ઉડી ના શકું?કેવા મુક્ત ગગનમાં વિહરી રહ્યા છે.કાયરાનો સવાલ સાંભળીને માં પણ જવાબ આપે છે.હા,બેટા તું પણ જરૂરથી ઉડી શકે છે પરંતુ તારે પણ‌ આમ જ ઉડવા માટે ભણીગણીને મોટા થવું પડે.
             નાનકડી કાયરા માંનો જવાબ સાંભળીને ફરીથી સવાલ પર સવાલ કરે છે એટલે માં તેને સમજાવે છે કે જો તારે પણ‌ આમ જ આકાશમાં ઉડવું હોય તો મોટા થ‌ઈને પાયલોટ બનવું પડે તો તને પણ આમ રોજ વિમાનમાં બેસીને આકાશમાં ઉડવા મળે.
              નાનકડી કાયરા ઉડતા પક્ષીઓને જોઈને કહેવા લાગી.હુ પણ એક દિવસ જરૂરથી આમજ તમારી સાથે ઉડીશ.આ સાંભળીને કાયરાની માં ખૂબ હસે છે અને તેને સમજાવે છે બેટા એના માટે ખૂબ મહેનત કરવી પડશે.
             નાનકડી કાયરા મનમાં નક્કી કરી લીધું છે કે હું પણ એક દિવસ આમજ આકાશમાં ઉડીશ અને ઉડતા ઉડતા જોઈશ કે આજે રંગોથી રંગોળી પૂરી હોય તેવું આકાશ ખરેખર રોજ હોય છે કે કેમ?
               સુલભા ઠક્કર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ