વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘડપણ

ઘડપણ


કિશોર વય

જીવી ગયાં, બારણે

ઉભી યુવાની!


જરઠ વય

પકડ્યો હાથ,અંગ

અંગ ફડકા!


જરઠ વય

વીત્યો જમાનો,બેઠાં

યાદ વાગોળે!


જરઠ વય

ધ્રુજતા અંગ,સંગ

ખાલી લાચારી!


જરઠ વય

બની બાળક,ખેલ

લાકડી સંગ!


જરઠ વય

મુખે ચોખટુ, જાણે

ફૂટી યુવાની!


જરઠ વય

ખુરશી સંગ,ભાભો

માંડે વારતા!


જરઠ વય

ચોર પગલે,લૂંટ્યુ

પૂરું આયખું!


જરઠ વય

દોહ્યલી,રોજ માંગે

પ્રભુ શરણ!


જરઠ વય

ઝાંપે સીમાડો,સાથ

છોડતાં અંગ!


જરઠ વય

ઓટલો,માળા,સાથી

મુકદર્શક!


જરઠ વય

લોભામણી,વહેંચે

ઝાકળમોતી!


જરઠ વય

પીળું પર્ણ,ખરતાં

સોંપે વસંત!


જરઠ વય

બારણે ઉભી,હસ્તે

સુખડહાર!


જરઠ વય

સફેદ વસ્ત્ર ઓઢી,

ઉડી ગ્યું પંખી!


જયંતિલાલ વાઘેલા (એકાંત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ