વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિડનાઇટ્સ

હાર્ડકૉર સ્વિફ્ટી નથી, પણ ટેલર સ્વિફ્ટનાં ગીતો અત્યંત ગમે છે. જે ગીતો એ લખે/લખાવે છે એમાં ભરપૂર કાવ્યતત્વ હોય છે. ગીતો જાતભાતના મધુર અવાજો અને ભાવથી સમૃદ્ધ હોય છે. ગીતોમાં આવું ટેક્ષ્ચર આજના સમયમાં પ્રમાણમાં ઓછું મળે છે. ઘણાં ગીતોમાં ટેક્ષ્ચરના નામે વાદ્યો અને અવાજોનો એટલો ઘોંઘાટ ભરી દેવામાં આવે છે કે સંગીત ડહોળાઈ જાય.

ક્યારેક ઇકોનોમીને બુસ્ટ કરનાર ફૅક્ટર તરીકે તો ક્યારેક વાંધાજનક ડિપફેક વાયરલ થવાને કારણે સમાચારોમાં રહેતી ટેલર સ્વિફ્ટનું ‘મિડનાઇટ્સ’ ગ્રૅમીનું ઍલ્બમ ઑફ ધી યર બન્યું એ નવા સમાચાર. પૂરું ઍલ્બમ વારંવાર સાંભળેલું છે. એના છેલ્લાં થોડાં ઍલ્બમ ‘લવર’, ‘ફૉકલોર’ અને ‘ઍવરમોર પણ’ વારંવાર સાંભળ્યા છે. ‘ફૉકલોર’ આમાં સૌથી વધુ ગમતું છે, અને એનું ‘મિરરબૉલ’ ગીત તો હજુ પણ ગમે એટલું સાંભળું, સંતોષ થતો જ નથી.

‘મિડનાઇટ્સ’નું મારું સૌથી પ્રિય ગીત છે - Question...? એની કમ્પૉઝિશન મજા કરાવી દે એવી છે. નિવેદન બાંધતો ફકરો હોય એમ લગભગ અડધું ગીત તો ધીમી બીટ પર ફર્સ્ટ ગીઅરમાં જ રહે છે, અને પછી બીટ ચેન્જ થાય છે અને ગીત રિધમ પકડે છે, પણ ફરિયાદ એ કે ગીત ઝડપથી પૂરું પણ થઈ જાય છે. ખેર, એપ્રિલમાં ટેલર સ્વિફ્ટ નવું ઍલ્બમ લાવે છે, ‘ધી ટૉર્ચર્ડ પૉએટ્સ ડિપાર્ટમેન્ટ’. પ્રતીક્ષામાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ