વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધિસ મોમેન્ટ : શક્તિ

આ વર્ષે ગ્રૅમીનું બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક ઍલ્બમ બન્યું ‘ધિસ મોમેન્ટ’. શંકર મહાદેવન, ઝાકિર હુસૈન, જોન મૅક્લોફ્લિન, ગણેશ રાજગોપાલન અને સેલ્વગણેશ વિનાયકરામ જેના સભ્યો છે એ ‘શક્તિ’ બૅન્ડની રજૂઆત. શંકર મહાદેવનની કંઠ્ય-કરામત પ્રમુખ છે પણ લિરિક્સ જેવું ખાસ કશું નથી એટલે શાંતિથી બેસીને સાંભળી ન શકાય તો પણ રોજિંદા કામકામજમાં બૅકગ્રાઉન્ડમાં ચાલતું રહે અને મનને આનંદમાં રાખે એવું કર્ણપ્રિય સંગીત. ફ્યૂઝન પ્રકારનું પણ ગણાવી શકાય. મોડર્ન અવાજો સાંભળવા ટેવાયેલા કાનોને પણ ગમે અને શાસ્ત્રીય સંગીતના રસિકોને પણ થોડીવાર બહેલાવી શકે એ રીતે તમામ વાદ્યોનો પ્રમાણસર ઉપયોગ. સામાન્ય રીતે  ભારતીય સંગીતમાં ભાવ કે રસ મુખ્ય હોય છે. દરેક ગીતમાં કેન્દ્રિય ભાવ કે રસ કયા કયા છે એ થોડું હજુ વધારે સાંભળતા સ્પષ્ટ થઈ શકે.

આવાં ઍલ્બમને ગ્રૅમી મળે એ હરખની વાત અને ઑફ કોર્સ, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન જેવા કલાકારોના આનાથી પણ શ્રેષ્ઠ કાર્યથી ભારતીય સંગીતપ્રેમીઓ પરિચિત હશે જ, પણ આ તો જે-તે ઍવોર્ડની સિસ્ટમમાંથી પસાર થઈને ત્યાં સુધી પહોંચે એ વિજેતા બને અને પોંખાય. બ્રાઇટ સાઇડ એ પણ કે, જેમના માટે આ નામો અજાણ્યાં હોય એમને નવું સંગીત ડિસ્કવર કરવાની તક મળે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ