વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્યભિચાર સ્ત્રી હોવાનો અનુભવ - લાના ડેલ રે

આજે જેમાં છૂટથી ગાળો બોલાતી હોય એવું કન્ટેન્ટ નોર્મલ છે, ત્યાં લાના ડેલ રેનું ગીત ‘એ ઍન્ડ ડબ્લ્યુ’ વલ્ગર કે વાંધાજનક નહીં લાગે. બ્રૅક-અપના ટ્રોમાનું ગીત છે. પુનરાવર્તન પામતી પંક્તિ છે, ‘This is the experience of bein' an American whore…’ સારા શબ્દોમાં - ‘અમેરિકન વ્યભિચાર સ્ત્રી હોવાનો આ અનુભવ છે…’ ગીત બે ટુકડાઓમાં છે. બીજા ટુકડાની કૅચી લાઇન્સ Jimmy Jimmy, cocoa puff, Jimmy Jimmy ride મજા કરાવે છે. આ ગીત જેમાં છે એ ઍલ્બમ ગ્રૅમીમાં નોમિનેટ થયેલું. ઍલ્બમનું ટાઇટલ સોંગ/ટ્રેક પણ સારું છે - ‘Did You Know That There's a Tunnel Under Ocean Blvd’. બાકીનાં ગીતો અમેરિકન્સની સેન્સિબિલિટિ પ્રમાણે સારાં હશે એની ના નહીં, પણ અન્ય શ્રોતાઓને સંદર્ભો વિના ખાસ પ્રભાવક ન લાગે એ શક્ય છે.

એકંદરે લાના ડેલ રેનાં ગીતો ગમ્યાં જ છે, પણ એની સેડનેસ ચેપી છે! વારંવાર સાંભળો તો કારણ વગર ઉદાસીમાં ખેંચાઈ જવાય. વધુમાં, કોઈ વ્યક્તિ દૂર ઊભી રહીને ધીમા અવાજે ગણગણતી હોય એ રીતે દબાયેલા અવાજે ગાતી હોય એવું લાગે. બાકી સબ ચંગા સી. લાના ડેલ રે સાથે પહેલો પરિચય ‘ગ્રેટ ગેટ્સબી’માં એના અદ્ભુદ ભાવસભર ગીત ‘યંગ ઍન્ડ બ્યુટિફૂલ’થી થયેલો. આજેય પ્રિય ગીતોની લાંબી યાદીમાં સમાવિષ્ટ છે. ૨૦૨૧માં આવેલું ‘આર્કેડિઆ’ પણ ફરી ફરી સાંભળવાનું મન થાય એટલું પ્રિય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ