વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી પહેલી પ્રેમિકા સોનુ

આ મારી સાચી સ્ટોરી છે જોડણી ની ભૂલ હશે પણ લાગણી ની ભૂલ નહીં હોય એટલે દિલ થી વાંચજો.

 

 

         સોનુ ,  સોનુ મારી પહેલી પ્રેમિકા , પ્રેમિકા કહો , મિત્ર જે ગણો એ મારી બધું હતી.  નામ સાંભરતા જ ચહેરા પર સ્મિત આવી જાય  અને આંખ માં આંશુ પણ.... બસ સોનુ બહુ મિસ કરું છું , યાર એક વાર પછી આવી જા. આ દુનિયા તો સાવ સ્વાર્થી છે. તારા સિવાય કોઈ નથી મારુ..

 

 

           હા સોનુ મારી gf .. સોનુ કોઈ છોકરી નહિ પણ મારી ઘોડી સોનુ.   કેમ પ્રેમ માણસો ને જ થાય પ્રાણીઓ ને ના થાય.?  ચાલો આજે મારી અને સોનુ ની વાર્તા તમને કહું...

    હું લગભગ 7 ધોરણ ના હતો ત્યારે મારા મામા ને ત્યાં એક ઘોડી લાવ્યા. રૂપ એનું જોવો તો આપણી આંખો માં ઠંડક આવી જાય. ઊંચી , કદાવર ,  અને એના વાર એનો દેખાવ કોઈ નું પણ મન મોહિલે એવું.....  મને તો જોતા જ   ઘોડી ગમવા લાગી. પણ મને ઘોડી થી  થોડો ડર લાગતો હતો . પણ આ ઘોડી તો જાણે મને પોતાનો ડર દૂર કરવા જ મળી હોય એમ મારી સામે જોઇને મો ઉપર નીચે કરવા લાગી. મારા મામા બોલ્યા . રાજલ હવે થી આ તારું નવું ઘર. અને હા આ ભાણો જ તને ખવડસે પીવડાવસે.   મેં કહ્યું મામા રાજલ નહીં સોનુ નામ રાખો ને સરસ લાગશે.  અને મામા એ કહ્યું સારું હવે સોનુ કહીશુ. અને એ ઘોડી ને નવું નામ મળ્યું " સોનુ .."

            સોનુ સ્વભાવે બહુ શાંત , બહુ પ્રેમાળ , બહુ લાગણી શીલ , એને જમવા ના મળે તો ચાલે પણ નાના બાળકો બહુ જોઈએ. એને નાના બાળકો બહુ ગમે . એને ગમે ત્યારે રમાડવા જાવ ક્યારે કોઈ ને મારે નહીં. જો કોઈ બાળક રડતું હોય તો એ પણ  તરત એ અવાજ કરી ને કોઈ ને બોલાવે .  સ્વભાવ તો એવો કે જો કોઈ દિવસ એના કારણે કોઈ ને વાગી જાય તો ટપ ટપ  .. સોનુ ની આંખ માં થી આંશુ વહેવા લાગે... અને જ્યાં સુધી બાળક શાંત ના થાય ત્યાં સુધી રડ્યા કરે...

        એક વખત ની વાત છે .  હું 8 માં ધોરણ માં હતો. મને બરાબર યાદ છે  . હું પહેલા પણ મારું વેકેશન મામા ના ત્યાં જ ગુજારતો. પણ જ્યારે થી સોનુ આવી ત્યાર થી તો બસ પરીક્ષા પતવા ના 2 દિવસ અગાવ થેલો પેક કરી દેતો કેમ કે મારે મારી સોનુ ને મળવા જવાનું હોય ને.    એક વખત હું સોનુ ને જાર નાખવા ગયો. સોનુ ને ખબર નોહતી ને સોનુ એ  ભૂલ થી  મારા પગ ઉપર પગ મૂકી દીધો . હું જોર થી ચીસ પાડી  સોનુ ને ખબર પડી ને મારા કારણે કંઈક થયું .મારા કરતાં પણ સોનુ ના આંખ માં વધારે આવી ગયા. એતો ટપ ટપ ટપ ટપ...આંશુ પાડવા લાગી. સોનું રડવા લાગી. હું તો 5 / 10 મિનિટ માં શાંત થઈ ગયો પણ સોનુ તો રડ્યા જ કરતી. મારા મામા એ સોનું ઉપર મને બેસાડ્યો અને હું રાજી થયો પણ સોનુ મન થી ઉદાસ હતી . મેં ફરી સોનું ને જાર ખવડાવી પછી સોનુ શાંત થઈ.. આવી ભોળી મારી સોનુ ભૂલ થી પણ કોઈ ને વાગે તો રડવા લાગે અને એમા પણ હું તો એનો લાડલો , રોજ ખવડાવવાનું , નવડાવવા નું બધું હું કરતો અને આખો દિવસ પણ સાથે રહેતો.

     હું આખો દિવસ સોનુ સાથે વાતચીત જ કરતો હોવુ.  સોનુ મારી દરેક વાતો સમજે . ક્યારે મારી વાતો ગમે તો આગળ થી પગ ઊંચા કરે અને જો ના ગમે તો પાછળ થી પગ ઊંચા કરે. ક્યારે મારી મમ્મી એ મને માર્યો હોય ને તો હું રડતો રડતો સોનુ પાસે જવું. અને એ પણ મારી સાથે રડવા લાગે.. જ્યારે મારા મમ્મી કે મામી કે મામા મને કંઈ કહે તો તરત જ અંદર થી સોનુ રાડો પડે . હું વધારે સમય સોનુ જોડે જ વિતાવતો કેટલીય વાર તો જીદ કરી ને સૂતો પણ સોનુ જોડે જ . 

     પણ જેવું વેકેશન પૂરું થવાનું હોય એટલે મને સોનું ને મૂકી ને જવાનું મન ન થાય. અને સોનુ પણ બહુ દુઃખી થાય જાય. ક્યારે ક્યારે તો વેકેશન પૂરું થવાનું હોય ત્યારે હું સોનુ સાથે જ સુઈ જવું. એને છોડી ને જવું જ નહી.  અને જ્યારે ઘરે જવાનું હોય તો હું મારા મામા ને કે મામી ને કે નાના નાની ને આવજો ના કહું સોનુ ને જ કહું અને વિદાય ની એને પણ ખબર હોય એમ એની આંખો માંથી આંસુ આવી જાય. અમારા બંને ની આંખો ભીની થઇ જાય.  મને પણ ઘરે આવી ને 2 દિવસ જમવા નું પણ ભાવે નહીં. તો એવો હાલ સોનુ નો પણ થાય...  પણ જ્યારે વેકેશન પાડવા ની શરૂવાત હોય એટલે સોનુ ના ચહેરા ઉપર અલગ જ સ્મિત હોય. કેમ કે એનું મારી સાથે મિલાન થવાનું હોય ને... મામા ના ઘરે પોહચી ને થેલો મૂકી ને પાણી પીધા વગર  સોનુ પાસે જતું રહેવાનું અને એનું માથું લઈને વ્હાલ  કરતું રહેવાનું...  

        સોનુ ની ઉપર દરેક બાળક સવારી કરી શકે. એનો સ્વભાવ જ એવો હતો કે એને શીખવાડ્યું જ એવું હતું. કે જો  કોઈ અજાણ્યું , નાનો બાળક બેસે તો નિશાળ સુધી જ જવાનું , કોઈ યુવાન બેસે તો બસ સ્ટેન્ડ સુધી જ જવાનું એથી આગળ નહીં જવાનું. આવી એની આદત જો કે હું તો  8 / 9 માં ધોરણ થી  જ રોજ સોનુ ઉપર બેસતો..

      એક દિવસ મારા ઘરે ફોન આવ્યો કે સોનુ એ એક વચ્છેરા  ને જન્મ આપ્યો છે. મારી તો ખુશી નો પાર ન રહ્યો , મારા પાપા ને મેં કહ્યું મને અત્યારે જ જવું છે મારી સોનુ પાસે.. હું. ગયો મને જોતા જ સોનુ ચીસવા લાગી . હું એની પાસે ગયો એને મને ઈશારો વછેરા તરફ કર્યો. મેં જોયું બહુ સરસ હતો હું એની નજીક ગયો એને હાથ ફેરવવા લાગ્યો. હું 8 દિવસ સુધી મારા મામા ને ત્યાં જ રહ્યો.  મેં એ વછેરા નું નામ બાદલ રાખ્યું. સોનુ અને બાદલ ની જોડી...

        હવે તો મારા વેકેશન ની ખુશી નો પાર ન રહેતો. કેમ કે હવે સોનુ ની સાથે સાથે મારે મારા બીજા નાના મિત્ર બાદલ ને પણ મળી શકાતું.  આમ વર્ષો વીત્યા હવે તો બાદલ પણ અમારી સાથે રમવા આવતો આખો દિવસ દોડ્યા દોડ કરતો.  વેકેશન શરૂ થવાની રાહ અમારા કરતા પણ સોનુ અને બાદલ વધારે જોતા બાદલ તો જાણે અમને જોઈ ને પાગલ જ થઈ જાય.  પણ બાદલ બહુ જિદ્દી હતો. સોનુ જેવો ભોળો નોહતો એને અમારા અમુક મિત્રો સિવાય બીજા કોઈ સાથે ના ગમે.  અને જેવું વેકેશન પૂરું થાય અને અમારા થેલા  પેક કરેલા જોવે એટલે બાદલ તો જાણે રડવા જ લાગે. સોનુ તો પોતાની જાત ને સાંભરી લે પણ બાદલ તો અમારો થેલો જ પકડી લે અને કોઈ લેવા આવે તો કુદકા મારે .. બસ આ જ હતો મારા મુંગા મિત્ર નો પ્રેમ જ આજ સુધી મને કોઈ માણસ મિત્ર માં નથી જોવા મળ્યો.  

     

 

    એક વખત ની વાત છે. હું 12 ધોરણ માં હતો. પણ તોય સોનુ જોડે તો વેકેશનમાં જવાનું જ ... એક વખત ગામ માં લગન હતા. તો મારે વરરાજા માટે સોનુ  ને લઈને  જવાનું હતું. પણ સોનુ બાદલ વગર ક્યાંય ના જાય કે બાદલ સોનુ વગર. એટલે બંને ને લઈને જવાનું હતું મારા મામા નો એક છોકરો હતો નાનો અને હું બંને સોનુ અને બાદલ ને લઈને ગયા. હું સોનુ ઉપર બેઠો અને મારા મામા નો છોકરો  બાદલ ઉપર બેઠો. અમે લગન હતા ત્યાં પોહચ્યાં. થયું એવું કે વરરાજા પાસે કટાર હતી એ ખુલી રહી ગઈ હતી. અને વરરાજા ને સોનુ ઉપર બેસાડતા ના હતા તો મેં હાથ લાંબો કર્યો. અને સોનુ ને ખબર નોહતી અને એ ઝટકા થી થોડી આગળ જતી રહી અને

 

આ  ઝટકા માં મને થોડી કટાર વાગી ગઈ. મને લોહી નિકર્યું . સોનુ એ આ જોયું એ રડવા લાગી અને હું અને એક મિત્ર બાઇક લઈને દવાખાને જતા હતો સોનુ અમારી પાછળ દોડી બાદલ પણ દોડા દોડી કરવા લાગ્યો સોનુ મને વાગ્યું ત્યાં હાથે મો રાખી ને રડવા લાગી અમેં  ગામ માં પાછા આવ્યા થયું કે વરરાજા ને બાદલ ઉપર બેસાડી દેશું. પણ બાદલ તો જાણે અકરાયેલો હતો એને કુદકા મારતો હતો. આ બાજુ હું ગામ બેઠો ત્યાં સોનુ એના મો થી મારો હાથ પકડી ને રડવા લાગી . હું સોનુ ને કહું બસ પાગલ કાઈ નથી થયું. પણ એતો મારી વાત સમજતી હોય એમ રડવા જ લાગી એને થયું મારા કારણે વાગ્યું. કેમેરા વાળો પણ વરરાજા નું શુટિંગ છોડી ને મારુ અને સોનુ નું શુટિંગ લેવા લાગ્યો.  બાદલ પણ તોફાને ચડેલો એટલે હું બાદલ ને લઈને અને મારા મામા નો છોકરો સોનુ ને લઈને ઘરે આવ્યા...

 

           જ્યારે પણ અમારું વેકેશન પૂરું થાય એટલે સોનુ અને બાદલ ની આંખો માં આંશુ આવી જતા . જાણે કોઈ ને જુદા થવાનું મન જ ન હોય. એક દિવસ એટલે કે આજ નો દિવસ તારીખ 28 ફેબ્રુઆરી 2015 . ના રોજ બપોરે 4 ને 7 મિનિટે વાગે સોનુ ને સાપ કરડ્યો અને સાંજે 5  અને 43 મિનિટે મારી સોનુ મને અને એના બાદલ ને છોડી ને હંમેશા માટે જતી રહી.  પણ બાદલ ને મારા ભરોશે છોડી ને જતી રહી. પણ એ મૂંગુ પ્રાણી ( બાદલ ) એના માની યાદ માં ખાવાનું પીવા નું બંધ કરી દીધું અને પછી  18 માર્ચ ના દિવસે એ પણ એની માતા સોનુ જોડે જતો રહ્યો . આમ મારા બંને મિત્રો મને છોડી ને જતા રહ્યાં .

 

            આજે જ્યારે પણ મારા મામા ના ઘરે જવું એટલે પહેલા પેલા તબેલા માં જવું કદાચ મારી સોનુ અને મારો બાદલ મને મળે પણ હવે તો મામા ના ઘરે જવાનું કોઈ કારણ પણ નથી મળતું. અને સોનુ અને બાદલ ની કમી થી જવાનું મન પણ નથી થતું. પણ જો ક્યારે જવું તો પહેલા તબેલા માં જ જવું છું. અને આંખો બંધ કરી ને એક જ અવાજે બોલું સોનુ સોનુ સોનુ ....  ઓ મારી સોનુ તારા વગર નથી. ગમતું. ..   અને હા જો રાત રોકાવું એટલે એક વાર તો મારા સપના માં સોનુ અને બાદલ આવે જ ...  કોઈ દિવસ એવું નથી બન્યું કે હું રાત રોકાવું અને મારી સોનુ મને સપના માં મળવા ના આવે...

      આજે મારી સોનુ ને   5 વર્ષ થયાં પણ આજે પણ જો મારે રડવું હોય ને તો બસ સોનુ સોનું આંખો બંધ કરી ને બોલું એટલે આંશુ આવી જ જાય .  આ સ્ટોરી લખું છું એ પણ આંખો ભીની કરી ને જ પુરી થઈ  ...   મારી આ સાચી સ્ટોરી કેવી લાગી તમને ? અને હા એક વાર ચર્ચા માં સવાલ હતો કે એવી કઈ વાર્તા છે  જેના પાત્ર ના મૃત્યુ બાદ તમે રડ્યા હોય તો હું જ્યારે પણ મારી સોનુ ની સ્ટોરી વાંચ્યું ત્યારે શરૂવાત થી જ રડું આવી જાય...

  

     ભગવાન બસ એકવાર મને મારા સોનુ બાદલ આપી દો . મારે બીજું કંઈ નથી જોતું ..  miss you may sonu and badal.     ... you are my best friend gf je gano e plz yaar ek var pachha aavi jaay....

   ek j taro vanraj......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ