વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચવે સંસ્કૃતિ એ રાષ્ટ્ર બને મહાન

      સાચવે સંસ્કૃતિ એ રાષ્ટ્ર બને મહાન 

          ( સંસ્કૃતિ વિષયક, દોહા છંદ  )

         "꧁༺ ঔৣ  ༻꧂" :     


હે... જી 

  "સંસ્કૃતિ આચવે પોતાની સ્નેહથી એ દેશ સદાય વિશ્વમાં ઉજળો હોય 

માન, મર્યાદા અને મોભો એ વિશ્વમાં સદાય ઓળખ સાચી માનવની હોય "


જો ને... 

  "પોતાનાં ઉત્સવો ઉજવે હેતે ઈ નર રાષ્ટ્રભકતીથી છલકતો હોય 

બાકી વિદેશી ઉત્સવો ઘેર ઉજવે, એમાં સમજને સંસ્કારનો અભાવ હોય."


હે..જી 

" સંસ્કૃતિ રક્ષા છે ફરજ આપણી બીજી સંસ્કૃતિઓનું પણ સન્માન હૈયે હોય 

પણ માને મૂકીને માસીને ધાવે, ઈ નર ડાહ્યો ક્યાંથી દેશમાં ગણાતો હોય 


જોને...

" ઉંચા ગઢના કાંગરા મેં શૂરા સંતોના જયાં ડગલે ને પગલે મળતા પ્રમાણ હોય 

એ મહાન દેશ ભારતની શોર્યવંત નારી પણ સતી ને નારાયણી બની પૂજાતી હોય."



" મુખ હોય સદાય જેના મલક્તાં, જેના હૈયે રૂડા હંસલા બિરાજતા  હોય 

સંસ્કૃતિ પ્રેમી ને શોર્ય છલકતો ભડવીર ભારત ભૂમિનો વીર મહાન હોય."

           ꧁༺ ঔৣ  ༻꧂" :     




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ