વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરપ્રાઇઝ

વિષય-2 બીભત્સ અને ક્રૂર 

મજબૂત દોરડાથી પેડા જેવાં ગોરા હાથને ઝાડની ડાળી સાથે બાંધ્યો. "અરે! આ શું કરે છો?" હાથમાં ગલગલિયાં અને થોડું દર્દ અનુભવાતા દામિનીએ રિધમને કહ્યું. રિધમે જવાબ ન આપતા પોતાનું કાર્ય શરું રાખ્યું. બીજા હાથને પણ આ રીતે બીજા વૃક્ષ સાથે જોડી દીધો. શોલે ફિલ્મનું દૃશ્ય ફિલ્મી પડદા પર નહીં, ઘનઘોર ઝાડીથી ઘેરાયેલાં ડુંગરાના ઉન્નત શિખર પર ખડું થઈ ગયું. હવે દામિનીને થોડો ડર અનુભવાયો. તેનો મિજાજ થોડો આકરો થયો. "આ શું માંડયું છે રિધમ?"
"जनाब प्यार करने का एक नया तरीका निकाला है!" આગવી છટા સાથે રિધમે પોતાની વાક્પટુતા વાપરી. 
  "પ્રેમ કર્યો છે, તો પ્રેમની બેડીઓ પહેરવી જ પડે..." પગમાં પણ બેડીઓ નાખી દીધી.
મહારાષ્ટ્રની કાળી શેરડીનાં સાટાને છોલતા અંદર ગોરો મધમીઠો ગર બાકી રહે, એવાં ગોરા પિંડા જેવાં દામિનાં હાથ પર રિધમે પોતાની માંસલ ભુજાઓને ટેકવી. દામિનીની બન્ને આંખોમાં આંખ પરોવી. 'ખુન્નસ છે કે પ્રેમ?' દામિની જાણી ન શકી. બન્નેની આંખો એકમેકમાં ખોવાઈ ગઈ...
"Hi... " કોલેજની કેન્ટીનમાં બ્રેડપકોડું મોંમાં મૂક્તાં જ દામિનીનાં કાને શબ્દો અથડાયાં. સાહેલી આજ કોલેજ ન આવી હોવાથી દામિની ફ્રી પિરિયડમાં કેન્ટીનમાં એકલી જ બ્રેડપકોડાની જિયાફત માણી રહી હતી. એ જ સમયે રિધમ આવી ગયો. કેન્ટીનમાં અન્ય કોઈ હતું નહીં. રિધમને પણ આવો જ લાગ જોઈતો હતો.
     "મારી સાથે ફ્રેન્ડશીપ કરશો?" રિધમે હાથ લંબાવ્યો. બ્રેડપકોડાનો ટુકડો દામિનીનાં મોંમાં જ રહી ગયો. જાણે અચાનક હુમલો થયો હોય તેવું લાગ્યું. રિધમની છાપ કોલેજમાં સારી ન હતી. કોઈ સારી છોકરી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા તૈયાર ન હતી. દામિની તો માત્ર ભણવા ખાતર જ કોલેજ આવતી. પ્રેમ-ફ્રેન્ડશીપ એવાં કોઈ લફરા સાથે દામિનીને મતલબ નહોતો. આ રીતે રિધમે સીધો જ પ્રસ્તાવ મુકી દીધો. તે રિધમ સામે પ્રશ્નાર્થ અને મુંઝવણ મિશ્રત નજરે જોઈ રહી.  
"સ્ત્રીમાં એવી તાકાત હોય છે, જે પુરૂષનું જીવન બદલી શકે છે? મારે પણ જીવનને માણવું છે. જો તમે મારો પ્રત્સાવ સ્વીકારશો તો, તમને વચન આપું છું કે એક આદર્શ પ્રેમી, પતિ, પિતા બનીને હું તમને દેખાડીશ."
    દામિનીએ તેનો સ્વીકાર ન કર્યો, પરંતુ તે દિવસથી રિધમ કોલેજમાં એક ગભરું છોકરી જેવો બની ગયો. 
      સ્ત્રી એક મીણબત્તી જેવી હોય છે, નાની દીકરી હોય, યુવતી હોય કે પછી પૂર્ણ સ્ત્રી હોય. હંમેશ પીગળતી રહે છે. દામિની આખરે તો સ્ત્રી જ. સમય જતા તેણે રિધમના પ્રેમનો સ્વીકાર કરી લીધો.
       બધાંએ તેને ચેતવી પણ ખરી! 'તારી પહેલાં માયૂસી...' પરંતુ રિધમ 'રિધમ' રહ્યો નહોતો. તે દામિનીનો રિધમ બની ગયો હતો. આદર્શ પ્રેમી બની કોલેજમાં ઊભરી આવ્યો હતો. બન્નેનાં પ્રેમની ચર્ચા કોલેજમાં થતી રહેતી. પરંતુ દામિનીને તેની પરવા ન હતી. બંન્ને લગ્ન કરવાના જ હતાં. એકવાર દામિનીએ રિધમને પુછી પણ લીધું હતું "મેં સાંભળ્યું છે કે તમે માયૂસીને..."
"હવે ફરીવાર એ બેવફાનું નામ આપણી વચ્ચે ન આવવું જોઈએ..." રિધમે દામિનીની વાત કાપી નાખી.
આમ જ કોલેજનાં બે વર્ષ પસાર થઈ ત્રીજા વર્ષમાં પ્રવેશ થઈ ગયો.
આજે રિધમ દામિનીને લઈ એક સરપ્રાઇઝ આપવા શહેરથી દૂર આ પર્વતના ઉત્કર્ષ શિખર પર લઈ આવ્યો. કોઈ પક્ષીની પાંખો ફફડતાં બંન્ને સભાન થયાં. 
    નારંગીની ચીર જેવા મધુર અને ખટુંબડાં દામિનીનાં હોઠ પર રિધમે પોતાના બરછટ હોઠને ચિપકાવી દીધાં. રિધમના મોંઢામાંથી આજે એલચીને બદલે વિચિત્ર ગંધ આવી રહી હતી. 'આ ગંધ મદિરાપાનની જ હોય શકે?' રિધમે અચાનક આમ કરતા દામીનીનાં શ્વાસ રુંધાવા લાગ્યાં. તે પોતાનું મોંને અળગું કરવા મથી રહી, પણ રિધમે પોતાના હાથથી તેને કસકસાવી રાખી હતી. પોતાની સાથે ખોટું થવા જઈ રહ્યું છે, દામિનીને અંદાજ આવી ગયો. "દામિની એ હાથ મુજે દે..દે..." જેવાં ભણકારા વાગવા લાગ્યાં. મહાપરાણે તે ચિલ્લાણી.. "રિધમ..!!"
 રિધમ અગળો થયો. ખંધું હસ્યો અને અટ્ટહાસ્ય પણ વેરયું. ગાઢ વનરાજિને ટકરાય અટ્ટહાસ્ય પણ પાછું આવી ગયું. ગભરું હરણી ડાલામથા સામે આવી જાય, જે ડર એના શ્વાસ અને આંખમાં ડોકાય તે ભયથી દામિની ધ્રુજી ઊઠી. 
"માયૂસી... માયૂસીનું નામ પણ તે સાંભળ્યું જ હશે, મારી સાથે આટલો સમય રહ્યાં પછી... ખબર છે ? લગ્નની લાલચ આપી મધપૂડાનું મધ ચૂસવા તેને એક હોટલમાં લઈ ગયો હતો, પણ તે રાજી ન થઈ... તારી જેમ... જ... પછી ખબર છે તેનું શું થયું...??" રિધમનો અસલી ચહેરો દામિની સામે આવી ગયો હતો, પણ હવે તે હાથ અને પગથી બંધાયેલી હતી. 
"પછી માયૂસીને વિશ્વાસમાં લીધી. અત્યારે તને સરપ્રાઇઝ  માટે અહીં જ લઈ આવ્યો તે રીતે જ તેને પણ લઈ આવ્યો. એટલી સિફતથી તેને હું લાવ્યો હતો કે માયૂસીનું શું થયું? આજ સુધી કોઈને પણ ખબર નથી. જોકે આ બે વૃક્ષો તેનાં સાક્ષી ખરાં ! જે અત્યારે ફરી સાક્ષીભાવથી ઊભાં છે." 
રિધમે સાથે લાવેલ કિટમાંથી એસિડની બોટલ કાઢી. દામિની સામે ધરી. થોડું એસીડ નીચે ઢોળ્યું. ધુમાડાની શેર ઊઠી. એ સાથે જમીનમાં રહેલા જીવજંતુ સેકન્ડનાં છઠ્ઠા ભાગમાં સળવળીયાં અને શાંત થઈ ગયાં. દામિની ભયથી ધ્રુજી ઊઠી. હમણાં જ એસિડ મારાં ચહેરા પર ફેંકશે. એ પીડાને તે અત્યારથી જ મહેસૂસ કરવા લાગી. 'એસિડ તાપ સહ્ય કરી મરી પરવારી તો કશો વાંધો નહીં. પરંતુ જો જીવિત રહી તો મારી ત્વચા ખેંચાય જશે. ચહેરાનો કેટલોક ભાગ બળી જશે. તેમાં મારી આંખો પણ હોય શકે ? કુરૂપ ચહેરા સાથે જીંદગીનાં શ્વાસ પુરા કરવાના. નાકથી ચીબી થઈ જવાય. મારાં કાન પણ કપાઈ શકે?.' ભયના કેટલાય ભાવ દામિનીનાં મનમાં ઊભા થઈ ગયાં.  
"આહા..હા...હા..." રિધમે ફરી અટ્ટહાસ્ય કર્યું. "તું જેવું વિચારે છે તેવું કશું નહીં થાય. માયૂસીની એક-એક ક્ષણને હું તારી સામે અહીં તાદ્દશ્ય કરીશ... "
 રિધમ દામિની પાસે આવ્યો. દામિનીનાં વાંસાએ લટકી તેનાં ગાઉનની ઝીપ ખોલી. દામિનીએ બંધાયેલા દેહ સાથે ઝપાઝપી આદરી. કશું થઈ શકે તેમ હતું નહીં. રિધમે ગાઉન ઉતારી લીધું. અંત:વસ્ત્ર સાથે દામિની શરમથી ઝૂકી ગઈ. આજુબાજુના વૃક્ષો અને તેમાં રહેલાં પક્ષીઓ શરમને ખમી ન શક્યા. ચિચિયારી પાડી ઊડાઊડી કરવા લાગ્યાં. 
  રિધમે એક ડાળખામાંથી મોટી સળી લીધી. તેને એસિડમાં ઝબોળી. દામીની સામે લાવ્યો. "ખબર છે ? એસિડમાં બોળેલી આવી જ એક સળી હું માયૂસીની નજીક લાવ્યો હતો. એ પછી તેનાં ઉરપ્રેદશનું વસ્ત્ર આઘું કર્યું. તેની એક નિપલ પર મેં એ સળીને મૂકી દીધી."
",ઓહ્!" દામિની ચિતકારી ઊઠી. માયૂસીનું દર્દ તેણે અનુભવ્યું. "એ પછી તેની બીજી નિપલને પણ મેં આ રીતે સહલાવી. તે દર્દની કાળી બળતરાથી છટપટવા લાગી. મેં તેની સામે અટ્ટહાસ્ય કર્યું. 'ये प्यार है ! प्यार में थोडा बहुत दर्द तो होता ही है। ठहरो अभी तो ये शुरुआत है।' " 
એ પછી હું સળીઓને બોટલમાં ડુબાડતો ગયો. તેનાં એક-એક અંગોને સેહલાવતો ગયો. એનાં ગોરા-ગોરા ગાલ પર પર મેં પ્રેમથી સળીને પસરાવી. સુકાઈ ગયેલાં ભાતના ઓસામણ જેવી તેની ગોરી-ગોરી ચામડી પર એસિડનાં ડામ પડતાં ગયાં. એ ચિસો પાડતી રહી. હું આનંદ લેતો ગયો. તેનું વિશાળ ભાલ પ્રદેશ. તારી જેવાં જ કોમળ હોઠ. તેનાં હોઠથી લઈ તેની ગરદન. તેનો વાંસો. તેની નાભિ, તેની ગુહ્યેદ્નિય, તેનાં નિતંબ. સાથળ, પિંડી હાથપગની આંગળીઓ...
સળીમાંથી એક ટીપું તેની ચાપડી પર પડી 'સરર' છમકલું કરતું ગયું. એનાં મોંમાંથી ચીખ નીકળતી ગઈ. મારાં કાનમાં પડતી ગઈ. એવું લાગ્યું જાણે મધુર વાયોલિન વાગ્યું. મારે તેનાં આખાયે દેહને અડકવો હતો. તેણે અડકવા ન દીધો. તેથી આ કામ મેં સળીને સોપ્યું હતું. 
  એક એક ટીપું ચામડી ઉપર પડતું ગયું. ચામડી દાઝતી ગઈ. અડધી કલાકનો સમય તેને નર્કની યાતના કરતા પણ અસહ્ય થઈ પડયો હતો. ધીમે-ધીમે તેની ચામડીનાં બન્ને પડ બળતા ગયાં. એ પછી એસિડનું કેમિકલ ઝડપથી તેનાં માંસ પર પણ ફેલાવા લાગ્યું હતું. 
તેની ચામડી અને માંસ બળવાથી એક ભયંકર દુર્ગંધ ફેલાવા લાગી હતી. મેં પોતે જ ડર અનુભવ્યો કે માંસની દુર્ગંધથી આકર્ષાય કોઈ રાની પશુ આવી ચડશે તો એ મારો પણ કોળીયો કરી જશે. તેની આંખોનો ડોળા બહાર ઉપસી આવ્યાં હતાં. નાકના નસકોરાંમાં ઘારા પડવાથી નાક ચીબી જેવું નજરે પડતું હતું. ચામડી અને માંસ બળવાથી એ અતિશય ભયંકર દેખાઈ રહી હતી. હવે માયૂસીની સંવેદનાઓ સમાપ્ત થઈ ગઈ હતી. દર્દથી તે ગમે ત્યારે મોતને ભેટી શકે તેમ હતી. મેં કાતરથી તેના દોરડાઓ કાપી નાખ્યાં. આ પવર્તનો પાછળનો ભાગ ખીણ જેવો છે. મેં તેનાં વાળ પકડી ઢસડી. એ ઊંડી ખાયમાં તેને ધકેલી દીધી. રહ્યો સહયો તેનો જીવ પણ અનંતમાં ઊડી ગયો. આ ખીણમાં ઘણાં પશુઓ પડી જાય છે અને મોતને ભેટે છે, તેથી અહીં ગીધડાઓને સારી મિજબાની મળી રહે છે. તે દિવસે પણ ગીધડાઓને..." રિધમ ફરી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.  
    સાંભળવા માત્રથી દામિની અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી. આવી પીડા સહન કરવા સજ્જ થઈ રહી હતી. 
     રિધમે હાથની આંગળીઓથી દામિનીની હડપચી દબાવી તેને પૂર્ણ જાગૃત કરી. "ધ્રાસકો ન રાખ, હું માયૂસી પીડા તને નહીં આપું. ધીરજ ધર. તારાં માટે જુદી જ યોજના બનાવી છે..."
ફાટી આંખે દામિની રિધમને નિહાળી રહી. રિધમને ઊધડો લેવો હતો... તેને બરાબરનો પાઠ ભણાવવો હતો... પણ હવે તે નિઃસહાય હાલમાં હતી. તેને લાગ્યું કે 'મારી વાચા હરાઈ ગઈ છે...'
   રિધમ ફરી પોતાની કિટ તરફ આગળ વધ્યો. કિટમાંથી એક ડબ્બો લઈ દામિની પાસે આવ્યો.
  "આપણાં ગામથી નજીક આવેલ આ ડુંગર, છતાં ભાગ્યે જ કોઈ અહીં આવે છે. તને ખબર જ હશે ? ઝેરી અને ખતરનાક વન્યજીવથી આ ડુંગરો માનવ સંગાથથી વંચિત રહ્યો. મેં ડુંગર ખૂંદયો. ખૂંદીને તારામાં માટે કંઈક લઈ આવ્યો..."
   રિધમે એકદમ ડબ્બો ખોલ્યો અને દામિની પર ઊંધો વાળી દીધો. 
  શરદ ઋતુની શીત લહેરમાં કોઈ ઓચિંતા જ શિતળ જળ ઠાલવી દે અને દેહને જે રીતે ધાસ્તી પડી જાય એ રીતે દામિની હબક ખાય ગઈ. ડબલામાંથી કાળી અને લાલ કીડીઓનો ઢગલો દામિની પર થઈ ગયો. ઘોડો તબેલામાંથી છૂટે અને દોટ મૂકે તેમ કીડીઓ દામીનીનાં શરીર પર દોટ મૂકી. દામિનીને ભારે સળવળાટ થયો. ભૂખ્યો ભોજન પર તૂટે તેમ કીડીઓ દામીનીનાં અંગ પર ચીટકા ભરવા લાગી. દામિની ચીખ પર ચીખ પાડવા લાગી. 
દામિનીની ચીખ કોણ સાંભળે ? જટાળા જોગી જેવો અડીખમ ઊભેલો આ પર્વત !! પોતાના મૂળ દ્વારા પર્વતનું ઊંડાણ પામવા મથતા ઝાડવાઓનાં ઝુંડ !! ઝાડનાં ઝુંડ પર કલબલાટ કરતાં પંખીડાઓ, પર્વતને કોતરી દરમાં રહેતા જીવડાઓ, ખૂંખાર રાની પશુઓ?? દરેકને પોતાની દુનિયા હતી. એ દુનિયા સુધી દામિની ચીખ પહોંચી શકતી નહોંતી. 
કીડીઓનાં ચટકા અને સળવળાટથી દામિની અંગભગિ કરવા લાગી. કીડીઓને તો પેટ માટે કણ અને રહેવા દર જોઈતું હતું. કણ દામિનીનાં શરીર પર મળી ગયું. દર પણ હાજર હતાં જ. દામિનીનાં કાન, નાકનાં નસકોરાં, આંખનાં પોંપચા, લચી રહેલાં ઉરપ્રદેશની ઢંકાયેલ ચામડી અને...
       "શરદી થઈ ગઈ મારી જાનું..." નસકોરાંમાં કીડીઓએ પ્રવેશ લઈ લેતાં દામિનીને છીંકો ઉપર છીંકો આવતાં રિધમને ફરી આનંદ આવ્યો. "થોડો સમય રાહ જો મારી જાન!! યમરાજે પાડા પર સવારી કરી જ લીધી છે, મારાં બચ્ચા !! તેને આવતા થોડીવાર લાગશે! તારાં માટે મેં ઘણી મજૂરી કરી છે. કાળામાથાનો માનવી આ ડુંગરાની સામે દૃષ્ટી કરવાનો વિચાર પણ ન કરે ત્યારે મેં પર્વતને ખૂંદયો છે. કાંટાની શૂળ સહી છે અને પર્વત પર કીડીઓનાં દર શોધ્યાં છે. ગોળના દડબા મુક્યાં છે. કીડીઓ સહીત એ દડબું આ ડબ્બામાં મુક્યું છે. કેટલીક કીડીઓનાં ડંખ મેં પણ ખાધા છે, ત્યારે જઈને મારી સમક્ષ આ દૃશ્ય ઊભું થયું છે."
 કીડીઓના ચટકાથી દામિનીનાં શરીર પર ઢીમણાં ઊગવા લાગ્યાં, ઊપસેલું કપાળ ઢીમણાંથી પ્રોઢ પુરુષની દુંદની જેમ ફૂલવા લાગ્યું. એવું જણાઈ આવતું હતું કે બબલ વેપ્રે કોઈ શરીર આકાર ધારણ કર્યો છે. મધપૂડા પર મધમાખી સળવળાટ કરતી હોય તેમ કાળી અને લાલ કીડીઓ દામિનીનાં શરીર પર દોટ-મ-દોટ કરી રહી હતી. એક ભયાનક દેહ આકૃતિ રિધમ સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ. કીડીઓનાં ચટકાનું દર્દ, ખંજવાળ અને તેની લાળનું ઝેર દામિનીના અંગે અંગમાં ચડવા લાગ્યું. હવે દામિનીની ચામડીની સંવેદનાઓ પણ નષ્ટ થઈ ગઈ. તે માત્ર પોતાના લોહીમાં કીડીઓનાં કારમાં ઝેરને સહ્ય કરવા લાગી. 
 "હજુ એક સરપ્રાઇઝ તો બાકી રહી ગઈ ? "
રિધમ પાછો પોતાની કિટ તરફ ફર્યો. કિટમાંથી એક નાનકડો ડબ્બો ફરી લઈ આવ્યો. 
"આપણે બહાર નીકળ્યાં તેને ઘણો સમય થઈ ગયો છે, તને ભૂખ પણ લાગી હશે ? એ વ્યવસ્થા પણ મેં કરી છે, મારી જાનું !" 
રિધમે ડબ્બો ખોલ્યો... " આ ચટણી છે, ખૂબ સ્વાદિષ્ટ ચટણી છે. મયૂરભંજ! હા ઓડીશાનું મયૂરભંજ ગામ છે. તે ગામની ચટણીનાં લોકો હજારો રૂપિયા ચૂકવે છે. હું તારાં માટે સાવ મફતમાં લઈ આવ્યો છુું! લે ખા !" 
પાંચે આંગળીઓથી રિધમે એ ચટણીનો મોટો કોળીયો લીધો અને દામિનીનાં મોંમાં પરાણે ધકેલ્યો..
"આહા...હા... તારાં તન ઊપર જે કીડીઓ લટાર મારે છે, એ જ કીડીઓની ચટણી હવે તારી ભૂખ પણ ભાંગશે!! આહા...હા...હા... કેવી છે કીડીઓની ચટણી ??"
ઓબકારી સાથે દામિની હવે બે-હોંશ થવાં લાગી હતી. તેને થયું દેહમાંથી હવે પ્રાણ નીકળે તો જ આ દર્દમાંથી છુટકારો થાય. તેની સમક્ષ અંધકાર ફેલાવા લાગ્યો. તેણે માથું પોતાના જ ડાબા ખંભે ઢાળી દીધું....
'હં..મ્... હવે પ્રાણ ઊડવામાં જ છે..." રીધમને આવું લાગતા તેણે દામિનીનાં હાથનાં દોરડા કાતરથી કાપ્યાં. પગની બેડીઓ પણ છુટી કરી નાખી. 'હવે આને દોરડાથી જ ઢસડવી પડશે ...' રિધમ વિચારતો હતો ત્યાં એક જોરદારની ફેટ તેનાં મોં પર આવી. રિધમ ભૂલી ગયો હતો કે દામિનીને કરાટે દાવ આવડે છે અને હજુ તેનાં પ્રાણે શરીરને છોડયું નથી. એટલી જ વારમાં છાતી પર જોરથી વાર આવ્યો અને વેરાયેલા ઝાંડી ઝાંખરામાં તે ગડથોલું ખાઈ ગયો. ઊભો થવા મથે એ પહેલાં તેનાં લિંગ પર જોરથી પાટું પડયું. તેને તમ્મર આવી ગયાં. દામિનીનાં શરીર પર રહેલી કીડીઓ રિધમ પર ખંખેરાણી. કીડીઓની ભૂખ સમી નહોતી. તેણે રિધમના શરીર પર પણ સળવળાટ અને બચકા ભરવા શરું કરી દીધાં.
 થોડું જોઈ શકે અને સાંભળી શકે તેટલાં હોંશ દામિનીને હતાં. તેણે રિધમના વાળને મુઠ્ઠીમાં પકડયાં. ચામુંડા ચંડમુંડના શીશને હાથમાં લટકાવી, તે રીતે તેણે જોર કર્યું, પણ આ શું?' દામિનીનો હાથ હલકો લાગ્યો... સુઝેલાં પોપચામાંથી ઝીણી નજર કરી તો હાથમાં વાળની વિગ ઝૂલતી હતી. ટકલું રિધમ નીચે કણસતો હતો. દામિનીની સૂઝેલ આંખો ફાટી ગઈ.... રિધમનાં આંખીયે ખોપરી પર નાના-મોટા કાળા ફોડલાઓ હતા. નજીક જઈ જોયું તો ચહેરો થોડો વિચિત્ર લાગ્યો. 'કોઈ આવરણ છે?' જણાતા દામિનીએ તે હટાવ્યું. ગોરો અને ચીકણો લાગતો ચહેરો થોડો વિચિત્ર દેખાયો. ફરી આવરણ જણાતા, બીજુ આવરણ પણ હટાવ્યું એ સાથે જ દામિનીને રિધમ પર એકદમ ચીતરી ચડી. 'નાની-નાની અને ઝીણી-ઝીણી શરીર પરની ગાંઠોને આ માસ્કનાં આવરણે ઢાંકી રાખ્યું હતું?' દામિનીને પ્રશ્ન થયો. એ સાથે દામિનીએ શર્ટ પણ ખેંચી કાઢી નાખ્યો. રિધમના આખોયે દેહ ગાંઠોનાં પરપોટાથી છવાયેલો હતો. ઢીમચા અને કાળા રંગ સાથે રિધમ અતિ વિચિત્ર દેખાય રહ્યો હતો. દામિનીને ફરી પ્રશ્ન થયો ' આ કઢંગાનું રિધમ એવું સુંદર નામ કોણે પાડ્યું હશે? દામિનીને હવે સમજાયું કે રિધમ કાયમ કેમ આખી બાયોનો શર્ટ પહેરી રાખે છે. રિધમને થોડી કળ વળતા તે અટ્ટહાસ્ય સાથે ઊભો થવા મથ્યો અને પોતાના દાંતમાંનું એક કવર ખેંચી લીધું. પીળા, અર્ધ તૂટેલાં, વાંકાચૂકાં, કોઈ લાંબા તો કોઈ ટૂંકા દાંતવાળું મોં ફાડી તે દામિની નજીક જવા પ્રયત્ન કરવા લાગ્યો. બાળવાર્તામાં પરીને ડરાવતો રાક્ષસ ધસતો હોય એમ દામિનને લાગ્યું. કઢંગો રિધમ બેવડા જોરથી ઊભો થઈ દામિનીનાં જમાણા ખંભે જોરથી બચકું ભરી તેના વાંકાચૂંકા અણીદાર દાંતથી દામિનીનાં લોહીનો ઘુંટડો ભર્યો. તેને યાદ ન આવ્યું કે દામિનીનાં શરીર પર તેણે કીડીઓનો ઢગલો કર્યો છે. 'ખાડો ખોદે તે પડે' એ નાતે દામિનીની શરીર પરની કીડીઓ એ લોહી સાથે રિધમે પીધેલા લોહીનાં ઘૂંટડામાં પણ ચૂસાણી. અર્ધ જીવીત કીડીઓ તેના તાળવે, જીભ, દાંતનાં પેઢામાં સળવળાટ કરી બચકા ભરવા લાગી. ઊપરથી ફરી દામિનીની ફેટ પડતા તે આઘો ખસી ગયો. એ સાથે જ તેણે મોંઢામાંથી અતિ વાસ મારતો લાળનો કોગળો બહાર કાઢ્યો. ઘડી બે ઘડી ફરી તેનાં મોંમાં લાળ ઊભરાઈ. "લાળ.. લાળ.. આ લાળ ઝરવાનો મારો રોગ! થાકી ગયો છું !' દામિનીનાં રક્તથી તે લાળ રક્તરંજીત થઈ બહાર નિકળતી હતી. આ જોઈને દામિનીને હવે પોતાની પીડા સાથે ઓકારી પણ થવા લાગી હતી. તેને ઘણું સમજાય રહ્યું હતું... 'રિધમ ઘડીએ ઘડીએ થૂકવા માટે કેમ જતો હતો ? અને કાયમ એલચી કેમ મોંમાં રાખતો હતો' રિધમના નામ પ્રમાણે એક-એક લય-સુર દામિની સામે પ્રગટ થઈ રહયાં હતાં. અતિ વિચિત્ર રૂપ અને કઢંગા શરીર સાથે તેની માનસિકતા પણ વિચિત્ર અને કઢંગી હતી. જેનો ભોગ માયૂસી અને પોતે બની હતી.
 "તને ખબર છે..." રિધમનું 'રિધમ' ફરી શરું થયું, "માયૂસીનો દેહ ખીણમાં પડતા, ભૂખ્યા ગીધડાઓ તૂટી પડયાં. એક ગીધ માયૂસીનાં દેહનાં માંસનો ટુકડો લઈ ઊડયું, એ માંસનો ટુકડો સીધો જ મારી પર પડયો. માયૂસી તો ગઈ પણ એ માંસને કેમ જવા દઉં... મેં આ રીતે તેને મોંમાં મૂક્યો. આ..હા...હા શું સ્વાદિષ્ટ એનું માંસ..." રિધમે ફરી લાળથી ભરેલું મોં ખોલ્યું.
હવે દામિનીનો ગુસ્સો હદપાર કરી ગયો. તેણે રિધમને ઘસેડયો અને ઉન્નત શિખરની ખીણ ભણી લથડતી ચાલી. રિધમે સામનો કરવાની કોશિશ કરી. હતી એટલી હામ ભેગી કરી દામિનીએ ફરી લિંગ પર કરાટે દાવ અજમાવ્યો.' ઊંહ..' ઊહકારો રિધમનાં મોંમાંથી નીકળી ગયો. ઘણી ખરી કીડીઓ દામિનીનાં શરીર પરથી ખંખેરાય ગઈ હતી, તેમ છતાં ઉન્નત શિખરની હદ સુધી પહોંચતા દામિનીને લાગ્યું જાણે તેણે લાંબી મજલ કાપી નાખી.
હવે માત્ર થોડા આવેશની જરૂર હતી, બળપૂર્વક તેણે રિધમને ખીણ તરફ ધકેલ્યો. રિધમ 'રિધમ' હતો!! તેણે પણ જોર દઈ દામિનીનાં કાંડાને ઝકડી લીધું...
  ભૂખ્યાં ગીધોને બમણી મિજબાની મળી ગઈ. દામિની પોતાના અસ્તિત્વ સામે ક્યારની પછાડ ઝીલી રહી હતી. તેણે સેંકડનાં છટ્ટા ભાગમાં હળવાશ અનુભવી લીધી.રિધમનું કણસવું હજુ શરું હતું. ગીધડાને તેની સાથે કોઈ નિસબત નહોતી. તેઓ પોતાની ક્ષુધાને શાંત કરવા લાગ્યાં. એક ગીધડું પોતાના બચ્ચા માટે રિધમના માંસનો ટુકડો લઈ ઊડયું... પણ માંસનો એ ટુંકડો ચાંચમાંથી સરી ગયો અને રિધમનાં લાળથી ભરેલા ખુલ્લા મોંમાં જઈ અટકી ગયો. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ