વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કષ્ટભંજન હનુમાન, સાળંગપુર

કષ્ટભંજન હનુમાન, સાળંગપુર

મારાં બોપલ નાગર મંડળ દ્વારા અમે આ પિકનિક  કમ યાત્રા 15 માર્ચ, 2020 ના યોજેલી.  એક સાથે ત્રણ યાત્રાધામ - સાળંગપુર હનુમાન, કોઠ ગણેશજી, અરણેજ બુટભવાની પીકનીકમાં ગયેલાં.


ગણેશપુરા જવા માટે બગોદરાથી  હવે સીધો અને પાકો રોડ છે,  જે અગાઉ  કાચો હતો અને ફરીને જવું પડતું. પાર્કિંગ કાર અને બસ માટે નજીકમાં જ છે. 


એક નવું જોયું. મંદિરમાં લોકો ઘઉંનો અવળો સાથિયો કરી અમુક માનતા માને છે અને પૂર્ણ થતાં સીધો સાથિયો ત્યાં આવી  કરવાનો રહે છે. એવા ઊંધા સાથિયા પણ જોયા અને લોકોને સવળા  સાથિયા કરવા આવેલાં પણ જોયાં.


એક ખૂણે મૂષકની 3 મૂર્તિઓ હતી. તેના કાનમાં તમારી ઈચ્છા કહેવાની જે પૂર્ણ થવા આશીર્વાદ માગવાના. 


મંદિર પરિસરમાં ફ્રી ચા પીવા મળે છે. સ્ટીલની રકાબીમાં.



મંદિર નજીક કેળાની ગરમ વેફર ઉતરતી લઈ ખાવાનો લ્હાવો જરૂર લો. પહેલાં  એ શેરીમાં  આ પ્રકારના  સ્ટોલ્સની લાઈન હતી જેને માટે હવે અલગ ચોકમાં જગ્યા ફાળવી છે.


અરણેજ બુટ ભવાની મંદિર પણ સુંદર છે. ત્યાં ચાંદી મઢેલી મૂર્તિ છે. આસપાસ કઈં નથી. લાલ રેતીના બનેલ સ્તંભો પર  સુંદર આકૃતિઓ કોતરી છે. એ સિવાય ત્યાં કશું નથી.


સાળંગપુર ભવ્ય અને સ્વચ્છ મંદિર છે. 12 થી 3.15 દર્શન બંધ રહે છે.


ભોજનશાળામાં લાઈન લાંબી દેખાય પણ અત્યંત ઝડપી વારો આવી જાય છે. રેલીંગની ચોથી રો માં ઊભીને પણ 15 મિનિટમાં વારો આવેલો. ઓટોમેટિક ડીશ વૉશરથી થાળીઓ સાફ થયે રાખે છે અને તરત નવા બેચ માટે મુકાતી રહે છે.


ઓટોમેટિક મશીનથી બનેલી ગરમ પાતળી રોટલીઓ પીરસાયા કરી. એ સાથે થાળીમાં સ્વાદિષ્ટ શિરો, મગ, દાળ ભાત સાથે હતાં.


જેને માટે આ જગ્યા જાણીતી છે તે ભૂત કે વળગાડ ઉતારવા સવારે 7.30 પહેલાં અને બપોરે 2 થી 2.30 સુધીમાં નોંધાવી કોઈ અજ્ઞાત જગ્યાએ  લઈ જઈ એ વિધિ થાય છે. હવે જાહેરમાં જોઈ શકાતી નથી.

મંદિર પરિસરમાં ત્યાં ના સ્ટોલ પર મંતરેલું પાણી 10 રૂ. અને કાળા દોરાનું તાવીજ 20 રૂ. માં મળે છે.



હનુમાનજી અહીં પિશાચી શક્તિઓને ડરાવવા વિકરાળ સ્વરૂપે બિરાજમાન છે. લાઈન વ્યવસ્થિત ચાલે છે અને લાંબી હોય તો પણ જલ્દી દર્શન થઈ જાય છે. સીસી ટીવીથી બહારથી પણ દર્શન થાય છે.


પરિસરમાં કેન્ટીનમાં બેસીને ચા નાસ્તો ઢોસા ખમણ વ. મળે છે જે છેક મેઇન ગેઇટ નજીક ટાવર પાસે છે.





સ્ટોલમાં અનેક સુંદર હેંડીક્રાફ્ટ અને ગિફ્ટ, શોપીસ મળે છે. રહેવું હોય તો મોટું વિશ્રામ ગૃહ અને સામે નાનો બગીચો છે.



મેં પ્રથમ વાર મુલાકાત લીધી.

જવા જેવું.

જય કષ્ટ ભંજન હનુમાન.

***



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ