વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુષ્પાંજલિ

પુષ્પાંજલિ


અશ્રુઓનાં પુષ્પ ચડાવીએ

અમે યાદોના દિપ પેટાવીએ

તારા સ્નેહના વહેતા ઝરણામાં

વિરહની વેળા કોણે કહીએ


ખમ્મા ની કહેનારી બેનડી

ઠેસ રે આવે તો બોલતી ખમ્મા મારા વીરાને

શીતળતાની લેરખી બેનડી

ભાઈની બહેન બોલતી ખમ્મા માડીના જાયાને


કપરી વેળાએ તું ખબર લેતી

સુખની સાથી મારા દુઃખમાં દિલાસો દેતી

જ્યારે દુનિયા આખી રૂઠતી

ભલે વાયરો વાય તેથી મને હિંમત દેતી


દુઃખની કદી તે ફરિયાદ નથી કરી

સુખમાં છલકાઈને ક્યારે શિકાયત કરી નથી

સૌને હસતા રાખી મનની મનમાં રાખતી

શિવ ચરણોમાં રાખે બીજી કોઈ અરજ નથી


વ્હાલી બહેનને પુષ્પાંજલિ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ