વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોળીમા હૈયે ઉડે ગુલાલ ꧁༺ ঔৣ  ༻꧂ :  

ખીલ્યો છે કેસુડો વનવગડે આવી મજાની હોળી
વસંત ખીલી પૂરબહારમાં હોળીમા સોહે ખૈલૈયાની ટોળી.. ધ્રુવ પંક્તિ.
ફાગળીયે ફાગ ગાતી ગોરી, હૈયે ઝાઝું હરખાય
પ્રીતમ આવી પાછળથી ગોરા ગાલ કરે છે રંગીને લાલ
સ્નેહ રંગ છલકાવતી આ જુવો આવી મજાની હોળી.
વસંત ખીલી પૂરબહારમાં હોળીમા સોહે ખૈલૈયાની ટોળી..
  પ્રકૃતિ સંગે ખીલતા આજે માનવ કેરા મધુરાં મન
કેસુડો ઘોળી  છાંટે પ્રીતમ તો ભિંજાય સ્નેહ  સહીત તન
તન મનને ભીંજે વ્હાલથી વ્હાલો શરમથી છલકે ગોરી
વસંત ખીલી પૂરબહારમાં હોળીમા સોહે ખૈલૈયાની ટોળી..
ખજૂર ઘણી ને હારડાની લિજ્જત સહુ આજ માણે
કોઈ પીવે ભાંગ તો કોઈ મીઠા નયને છલકતો પ્રેમરસ  માણે
ઉમંગ ઝાઝેરો ઉરમાં અવિરત છલકાવે આ ઉત્સવ હોળી.
વસંત ખીલી પૂરબહારમાં હોળીમા સોહે ખૈલૈયાની ટોળી..
રંગ છાંટે ' રાજ' વ્હાલથી જોજન દૂર બેઠી ભિંજાય વ્હાલી
ખીલ્યો છે કેસુડો વનવગડે આવી મજાની હોળી..
          "꧁༺ ঔৣ  ༻꧂" :  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ