વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છોડ ઘમંડની વાત

રૂપના ઘમંડમાં રાચતી દિનરાત,
પળમાં રગદોળાઈ ઘમંડની જાત!


ટક્યું નથી 'હુંપણું' અહીં કોઈનું,
ટકશે નહીં કોઈ ઘમંડની વાત!


ઉષ્માથી સિંચેલું સંબંધનું વૃક્ષ,
સાચવો, છોડી ઘમંડની વાત!


મળશે લાગણીનો સુંવાળો સાથ,
ઉમંગે ઉજવાશે હૂંફાળી રાત!

 કનૈયા પટેલ "રાધે "

નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ