વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારીખિયું

તારીખિયું

સજાવેલ તારીખિયું ખીંટીએ લટકી રહ્યું છે, 
કરવતે   કરામત   મહિને   ખસકી  રહ્યું છે,
કારતક  થી  આસો કરે  છે  સૌની  ધમાલ 
ત્રીસ,  એક્ત્રીસની  ઝાળમાં  પટકી   રહ્યું છે, 
સોમ,મંગળ ને રવિ,બુદ્ધિમાં બુધ,ગુરુએ જ્ઞાન  
તેજે   શુક્ર,  શનિ દશા  ચાલ  બદલી રહ્યું  છે,      
અઠવાડિયું,પખવાડિયું ગણતું-ફરતું ગણોતિયું  
ત્રિમાસિક,અર્ધવાર્ષિક ને વાર્ષિક કગરી રહ્યું છે. 
ચંદ્રકળા, પંચક દશા, વિંછુડો,નક્ષત્ર કરે કમાલ,   
દિવસ- રાત  ચોઘડિયા ફેરવતું સરકી રહ્યું છે, 
વરસો   બદલાય  ને સાલ,  ફરે  પાના જીવને, 
તોય વારાફરતી ચક્રમાં જાળે  ચળકી રહ્યું છે,
વદ થી સુદના ઈશારા,આવે અમાસે અંધકારા 
પૂનમની અજવાળી રાત,ને કેવું ચળકી રહ્યું છે, 
સૂર્યાસ્ત ને  સૂર્યોદય  ભરીલે તું  જીવને  કસબ   
તહેવારોના  મુલકે  કેવું મજાનું  મલકી રહ્યું છે, 
ન   ચાલે   ઘડીને  પણ   તારા  વગર   ઘડીએ      
આરંભ,  પ્રારંભ  ને અનંત  ફેરે વલખી  રહ્યું છે,   
Nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ