વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થોડું દર્દ..!

કાગળ પર કલમથી શબ્દો મૂકીને, ફેલાવી દીધું થોડું દર્દ,

પાંપણનાં પડળની પાછળથી કાઢીને, રેલાવી દીધું થોડું દર્દ!


હુતાશની પ્રગટાવી દીધી, લાગણીની મે સૌ પ્રથમને,

શ્રીફળ બનાવી હોમીને, જલાવી દીધું થોડું દર્દ!


પિતાની નનામીના છેડે, મૂક્યું હતું જરાક જેટલું,

માની લાશને કાંધ દીધી ત્યારે, ખભે દબાવી દીધું, થોડું દર્દ!


એકાંત નામે પ્રિયતમને પરણી, બની  સૌભાગ્યવતી રાણી!

એકહથ્થુ શાસન છીનવીને, ઊથલાવી દીધું થોડું દર્દ!


શરણે ચાલી ગઈ ઇશ્વરને, ડુબાડી ભક્તિમાં મને,

નામ સ્મરણ મોજાં સંગ ઉછાળીને, ભૂલાવી દીધું થોડું દર્દ!


કફનની નીચે દફન કરી મેં, અરે તમામ 'ઝંખના' જૂઓ!

'મીરાં'એ શાણપણ બતાવીને, ઝેરમાં મિલાવી દીધું થોડું દર્દ!


©️જાગૃતિ, 'ઝંખના મીરાં '..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ