વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૂળ (કાંટો)

શૂળ (કાંટો)


હું પથમાં પડ્યો ને ખૂંચી ગયો પગમાં  

ન દેખ્યો તે મને એમાં હું શું કરું.

 થઈ રહી છે તને અસહ્ય પીડા  

પણ અવગુણ મારા છે એમાં હું શું કરું.

બધાથી દૂર એકલો અટૂલો રહુ છું  

તમે રસ્તે ચાલ્યા એમાં હું શું કરું.

ઝાઝો નથી પાંદડાનો છાયડો તોય,

છીંદે પેઠેલો ન જોયો એમા હું શું કરું.

પાણીનો ધુતારોને રેતીમાં ખંજર  

દુકાળમાં મને દેખ્યો એમાં હું શું કરું. 

મારો તો ગુણધર્મ છે શૂળ તણો ,

પણ તારા ગુણધર્મોમાં હું એમાં હું શું કરું.


nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ