વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કહી દયો કોઈ

"કહી દયો કોઈ"


પૂનમનાં ચાંદને કહી દયો કોઈ,

મારા અંધકાર જીવનમાં જરા ડોક્યું કરે.

લહેરાતા સાગરને કહી દયો કોઈ,

મારા તરસ્યાં નયનમાં જરા આંસુ ભરે.


એક બુંદની તરસ મારી દરિયો ના આપો,

કિનારે તણખલું કાફી ના જોઈએ તરાપો.

ધડકતા દિલને કહી દયો કોઈ,

ધબકારા વધી ગયા જરા નજરું કરે.


તમારાં કરતાં તો સારી તમારી યાદ છે,

તમે જતાં રહો છો એવી મારી ફરિયાદ છે.

પાછાં ક્યારે ફરશો કહી દયો કોઈ,

વિરહમાં ડૂબે આયખું વલખાં કરે.


ઢળતા સૂરજને કોઈ રોકી લેજો ઘડી,

જીવનસાથી જોડે આખો મળી થોડી.

આ ઘડીને થોડી રોકી લ્યો કોઈ,

ઘાયલ દલડાં મળે તો હૈયું ઠરે....


રચના : કિશન એસ.શેલાણા'કાવ્ય'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ