વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉતારો માંગી લે..!


પ્રેમ જતાવી આશરો માંગવો એ શું તારું કામ?

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


જેનું વાતે વાતે ભટકે છે મન,એનું અટકતું સ્થાન,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


સંબંધોને,સફરમાં ઉત્તરો થાય જો મળતાં બંધ,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


આભમાં ચડ્યા છે અષાઢી વાદળાઓ અપાર,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


ભીતરમાં માંહ્યલો મૂંઝાઈ આકુળવ્યાકુળ બને,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


કરવો છે આપણે અહીં જીવનભરનો વસવાટ,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


'એકાંત' હર વળાંકે બદલાય છે સઘળાં મુકામ,

અહીં નથી આપણું કોઈ ગામ,ઉતારો માંગી લે!


જયંતિલાલ વાઘેલા 'એકાંત'

મુંબઈ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ