વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા શ્વાસ તારા

"મારા શ્વાસ તારા"


હું તારો મારા શ્વાસ તારા,

હરી મારું નથી એમાં તલભાર.

હૃદયમાં વસજો કાયમ મારા,

શમરણ કરું તારું જીવનભર.


આ ઘડીની મને ખબર નથી,

જેટલી મળી તેટલી જીવી લઈશ.

સુખની હોય કે દુઃખની ઘડી,

હરખે હૈયે પ્રેમથી લગાડી દઈશ.


ઈશ્વરનો આભાર છે ઘણો,

માંગ્યા કરતા ઘણું મને આપ્યું.

ઉપકાર માનું એટલો ઓછો,

તારુ આપેલું જીવન મને ગમ્યું.


ભગવાન તું પણ કેટલો દયાળુ,

કામ તુ કરતો નામ મારું બનતું.

ભાવથી ભજી લઈએ ભગવાન,

તમારું ધાર્યું ક્યારે નથી અટકતું.


માંગવું નથી ક્યારેય માગ્યું નથી,

ગાગરમાં તુ આપી દેતો સાગર.

એક અરજી મારી છેલ્લી સાંભળ,

પાર ઉતારી દેજે ભવ સાગર...


રચના : કિશન એસ.શેલાણા'કાવ્ય'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ