વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂડો વસંત

કેસુડાની કળીએ કળીએ આ  ફાગણછે ફોરાયો...

વૃક્ષે વૃક્ષે ડાળીએ ડાળીએ અવનવા રંગે એ રંગાયો...

પવન સંગ એ પર્ણે પર્ણે ઝુમી ઝુમી લહેરાયો...

પુષ્પોની પાંખડીયો મહીં પરિમલ બની મહેંકાયો..

પતંગિયાની પાંખો સંગ એ રંગ  બની રેલાયો...

પંખીને કોયલના ટહુકામાં સાત સૂરો સંગ ગવાયો..

નાનકડા આ બીજ મહીં આખુ વન વનિતાને વસંત છે છુપાયો...

પ્રકૃતિને પ્રભુ તણો આ અદ્રશ્ય અલૌકિક  ભેદ ના સમજાયો..

પવનતું પાણી તું વૃક્ષમાં બીજને બીજમાં વૃક્ષ તું 

અખિલમાં એક જ તું પ્રભુ એ અકળ મરમ ના ઉકેલાયો...

       વસંત તણાં રંગ ભર્યા વધામણાં..."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ