વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક My-Crow-Fix-n

જુગરાત દેશનાં એક મોટા શહેરનાં એક મોટા ચોકમાં એક મોટા મંચ પર ઊભા રહીને એક મોટો માણસ જોર-જોરથી બૂમ પાડતો હતો. મંચની ચારે તરફ હજારો લોકો એકઠા થયા હતાં, જે વિસ્મિત આંખે આ મોટા માણસને જોતા હતાં. મોટો માણસ અમુક મોટા લેખકોની મોટી-મોટી ચોપડીઓ પકડીને ચિલ્લાતો હતો - “જેણે આ ચોપડી વાંચી નથી, એ સાચો જુગરાતી નથી! જેણે આ ચોપડી વાંચી નથી, એ સાચો જુગરાતી નથી!” ટોળામાં ઊભા લોકો એ ચોપડી ખરીદવા પડાપડી કરી રહ્યાં હતાં.

એક નાનો માણસ ટોળાની છેક છેડે ઊભો રહીને આ જોતો હતો. તે મહામહેનતે, અથડાતો-કૂટાતો ટોળાને વિંધીને મંચ પાસે આવ્યો અને પેલા મોટા માણસના મોટા પાયજામાના મોટા છેડાને ખેંચવા લાગ્યો. મોટા માણસે પહેલા તો ધ્યાન ન આપ્યું પણ પછી અકળાઈને બોલ્યો, “એઈ હટ જો, શું છે તારે? હૂડુ.” અને પછી બૂમો પાડવામાં વ્યસ્ત થઈ ગયો. “જેણે આ ચોપડી વાંચી નથી, એ સાચો જુગરાતી નથી.”

પેલા નાના માણસે સામે વધારે મોટેથી બૂમ પાડી, “પણ મોટા સાહેબ!” હવે એ મોટા માણસ અને ટોળાનાં હજારો લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. નાનો માણસ બોલ્યો, “હું તો સાવ અભણ છું.”

(લખ્યા તારીખ April 24, 2018)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ