વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સવાર પડી ગઈ

ઊંડી ઉતરી નજર મારા હૈયે ખુંપી ગઈ.

દોષ ગણું કોનો તું એક સવાલ રચી ગઈ.


પતજડે પાન ખરે વસંત ફૂટી ગઈ.

મારી અંદર તું બહુ ધમાલ કરી ગઈ.


સવાર ખીલતું પુષ્પ રાતે કળી બની ગઈ.

છબી એક તારી આપોઆપ બની ગઈ.


પરખ્યાં પછી એક મુલાકાત થઈ ગઈ.

કહેવી હતી વાત અંતે ગઝલ કહી ગઈ.


પ્રત્યક્ષ હતી તું હતું હાથમાં ગુલાબ.

એક ડગલું ભર્યું ને સવાર પડી ગઈ.


                    વિપુલ પરમાર'આશીવાળા'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ