વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમે પણ પીધો છે

શરબતી આંખોનો જામ, અમે પણ પીધો છે.

બસ નશો ઉતરતો નથી, બીજેથી મળતો નથી.


હોળીના સાતેય રંગોએ, અમે તો ઘણું રંગાયા.

તમારા ગાલનો રતુમળો રંગ, હવે જતો નથી.


દિલ પર દીધેલ જૂનો ઘા, હજી તો તાજા છે.

બસ એ જ વસમાં ઘા, હું બીજાને દેતો નથી.


બાળપણની રમતો, પહેલા  રમાય ગઈ છે.

કોઈના દિલ સાથે, હું ક્યારેય રમતો નથી.


પ્રત્યક્ષ આવીને ઉભો છું, નામ છે 'વિપુલ'

એક જ છું યાર, બીજામાં હું જડતો નથી.


                          વિપુલ પરમાર'આશીવાળા'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ