વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કામણગારી

"કામણગારી"


અણિયાળી આંખોથી ઘાયલ કરી ગઈ

કામણગારી તું કેવાં કામણ કરી ગઈ

પનઘટની વાટે જમુનાજીના ઘાટે જોઈ

પાંપણના પલકારે મને પાગલ કરી ગઈ... અણિયાળી..


તારા નયનનાં બારણાં ખૂલે તો 

જાણે પ્રભાત ખીલી ગઈ

તારા ગુલાબી હોઠ બોલે તો

લાગે બહાર આવી ગઈ


તારા ગાલ ઉપરની લાલી જાણે

ઢળતાં સૂરજની સંધ્યા થઈ ગઈ

તારા આંખોના કાજળ જોઈ

અવની ઉપરની અપ્સરા બની ગઈ... અણિયાળી..


તારા લહેરાતા કેશ કાળા જાણે 

અંધારી રાત થઈ ગઈ

અમાસની કાળી રાતમાં પણ

તું પૂનમનો ચાંદ બની ગઈ... અણિયાળી..


રચના : કિશન એસ. શેલાણા 'કાવ્ય'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ