વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દે ન દે..!

મરવા માટે ખુદા ફરી, કોઈ લાગ દે ન દે!

આ લાશ ને મારી વળી, કોઈ આગ દે ન દે!


આટલી મોટી ભલે, ધરા છે વિસ્તરેલી, 

દફન થવા મને ટૂકડો, કોઈ ભાગ દે ન દે!


જન્નત તરફ જવાનો, રસ્તો ખબર નથી ને,

આંગળી ચીંધી જરાક, કોઈ તાગ દે ન દે!


સીધી રાહે સરળ થઇ, ધરી'તી બસ સબર,

ખુદા તલક પહોચવા, કોઈ સુરાગ દે ન દે!


આ જિંદગીનું ચિત્ર છે, સફેદ કાગળ સમ,

કલમ સુદ્ધાં રિસાયને, કોઈ અનુરાગ દે ન દે!


મૌનની આગોશમાં, શબ્દો ભલે ને તરફડે,

સ્વર શાંત, સ્તબ્ધ સમયને, કોઈ રાગ દે ન દે!

 

મેં એટલે મારી મને, જન્માવી એક 'મીરાં' 

અનાથ 'ઝંખના'ને હવે, કોઈ ચાગ દે ન દે!


 ©️ જાગૃતિ, 'ઝંખના મીરાં'...







 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ