વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમુદ્ર કોનો ?

સમુદ્ર કોનો ?


પૃથ્વી પર થઈ રહ્યો શોર બકોર,


પ્રભુ !  હું હાજર છું આપની  સમક્ષ.


માનવ વિવાદમાં બન્યો હું કેસ નંબર,


બધા માટે પૂર્ણ હોવા છતાં રહ્યો હું અપૂર્ણ.


મારુ અમૃત જળ પ્રભુ આપને અર્પિત,


સમસ્ત જીવ કલ્યાણ અર્થે થયો હું ખારો.


મારા પેટાળ, કિનારા ને લાગી ગયા પાટીયા,


અખંડ માંથી બની ગયા મારા જુદા ખંડ.


મારા ખારાશની બુંદોથી દુનિયા છે મીઠી,


માનવના વિચારે વિસ્તાર, એ ઉઠ્યો છે વિખવાદ.


નથી માનવ પાસે મને કોઈ આશા,


છતાં ભાગલા પાડે છે કેમ ? બધા મારા.


મારુ હૃદય ચીરીને બનાવ્યા અનેક રસ્તા,


માનવ ફેંકે   મુજ હૈયે હેઠવાડ અનેક સસ્તાં.


મુજ હૈયેથી  સૌને સમાવતો ન્યાય સરખો,


બધું પોતાનું કરીને ચાલવાની માનવ આદત પારખો.


સમસ્ત જીવોમાં ચડિયાતું જીવ,


મારી લાગણી પર કરે છે પ્રહાર.


હું  મુકસેવક બની સહન કરું એ વેદના,


મારા ઓવારા અને કિનારા છે પાદરા.


જળચર ખેચરને ભૂચર સુખી મુજ થકી,


હું તો વિશાળ ને અનંત અવિરત તમ થકી.


ભરતી ને ઓટ, સબરસ ને અબરખ,


હૃદયમાં સમાયેલ જીવ અસંખ્ય જ્યોત.


મારા વગરનું અસ્તિત્વ જીવ વિચારી તો જુએ ?


બધું સમર્પિત છે માનવ જીવનને સૌથી વધુ,


ને મારી માપણી ને ભાગલાની સફર કેમ?


ક્યાં નથી પરિચિત મારી ક્રોધાગ્નિ જવાળાથી,


હે ! પ્રભુ સમુદ્ર કોનો ? એ પ્રશ્ન માનવ ઉઠાવે છે કેમ ?


-Nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ