વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ


પ્રભુ  પ્રાર્થનામાં   નમ્ર   છે  શબ્દ, 

શૌર્યની  તલવારે  વજ્  છે  શબ્દ. 

ચર્ચાના  સંવાદે  જિક્ર  છે   શબ્દ ,

કુદરતના   ખોળે  વક્ર   છે  શબ્દ. 

પૃથ્વીના  પેટાળે  ઉગ્ર   છે  શબ્દ ,

જન્મો  જનમ ફરતો ચક્ર છે શબ્દ. 

ડુંગરે  ડુંગરે ભમતો ભ્રમ છે  શબ્દ, 

ગગને   વિહરતો   મર્મ  છે   શબ્દ. 

દરિયામાં  છુપાયેલો અર્ક છે શબ્દ ,

વિચારોના  વમળે   તર્ક  છે  શબ્દ. 

બોલીમાં  બોલાતો અર્થ  છે  શબ્દ, 

દરેક   વિવાદોમાં  ખર્ચ   છે  શબ્દ. 

ઝરણાના  સંગીતમાં  મગ્ન છે શબ્દ ,

સ્મશાનની રાખમાં ભગ્ન  છે  શબ્દ. 

અનુભવોના  પાંદડે વર્ણ   છે  શબ્દ,

સૃષ્ટિમાં કણે કણમાં કર્ણ  છે શબ્દ. 

nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ