વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેદના ભીતરે ભારે વિરહની


     ⛳☀વેદના ભીતરે ભરી વિરહની⛳ 

દર્દ અજાણ્યું વિરહ કેરું, માનવને કેવું તડપાવે
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે... ધ્રુવ પંક્તિ.


મહેકતા બાગમાં બેસો તોય યાદ આવે પતઝડ,
ખીલે ફૂલો બહાર ઘણાં તોય, હદય ધરતી સુકાયેલ નજર આવે.
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે...


મીઠડું મિલન સ્નેહભીનું પ્રેમીઓનું જોઈને,
વિરહી આ હદયને વ્હાલી, બસ તારી જ યાદ ઘણી આવે.
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે...


વરસતો વરસાદ પણ આગ વિરહની વધારે,
ભીતર સળગતા હૈયાને આ, ટાઢક જરીય વરસાદમાં ના આવે
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે... 


.
'રાજ ' કેવું આ દર્દ છે વ્હાલીના વિરહનું ગજબનું,
ત્રણેય ૠતુઓમા  હદય ભીતરે,  રાહત જરીય હવે ન આવે.
દર્દ અજાણ્યું વિરહ કેરું, માનવને કેવું તડપાવે 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ