વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દર્પણ દેશની બગડેલી હાલતનું


      દર્પણ દેશની બગડેલી પરિસ્થિતિનું
      "꧁༒ •••°???? °•••༒꧂ 
   
          ------મજબૂત બાંધાનો રિટાયર્ડ આર્મીમેન સરકારી કચેરીના ધક્કા ખાતો હતો નાના સરખા કામ માટે ચીપેલાં હોઠવાળો ગંભીર વદન રાખનારો ક્લાર્ક તેમને જવાબ આપવા કે તેમની સામું જોવામાં પણ દશ મિનિટ લગાડતો હતો. તમાકુવાળો મસાલો મોઢામાં ભરીને વારંવાર બારીએથી થુંકીને આવતો હતો પણ આ કામ કરવાની તેને ફુરસત મળતી ન હતી.

        શાંત ચિતે મસ્ત મોહક હાસ્ય સાથે રાહ જોતાં આ ભાઈને જોઈ ઘણાને થતું કે, 'બિચારાનું કામ જલ્દી કરે તો સારું.' પણ કોઈ આ જુના ક્લાર્ક સામે બોલવાની ઓફિસમાં હિમત કરતું નહીં.


     ત્રીજા દિવસે પણ આ આર્મીમેન શાંતિથી ઉભો હતો આખરી કામ હજી બાકી હતું આ ભાઈની સહી લેવાનું પણ આ મહારાજને સહી કરવાની ફુરસત મળતી ન હતી. એટલામાં એક બહેન આવીને બોલ્યાં,
   "સાહેબ મારુ કાર્ડ સહીસિક્કા કરી આપોને મારા બાળકો ભૂખે મરે છે. તમારી પાસે હું  પાંચમીવાર ઉછીના ભાડાના પૈસા લઈને આવી તોય સહી સિક્કો કરી આપ્યો નથી."


    " તો બાળકો ઓછા પેદા કરોને ખવડાવાની પહોંચ ન હોય તો...!" ગંભીર ક્લાર્ક મસાલો બહાર બારીમાં થુક્તાં બોલ્યો,
   "જુવો અહીં મગજમારી નહીં કરવાની બહાર રાહ જુવો નવરાશ મળશે ત્યારે જ કામ થાશે."


      કહીને તે કોપ્યુટર ખોલી પત્તાની ગેમ રમવા લાગ્યો. બાઈ બિચારી રડી ગઈ અને બોલી,
   "સારું સાહેબ હવે મારી પાસે ભાડાના પૈસા નથી હવે હું નહીં આવી શકું. ઉપરવાળો જોઈ રહ્યો છે અમને ગરીબને હેરાન કરવાની સજા તમને જરૂર આપશે." કહીને બહાર ગઈ.


        પેલો આર્મીમેન સ્મિત સભર નજરે જોતો હતો આ બધું ઘડીક મહિલાને રડતી જોઈ તે વિચલિત બન્યો પણ બીજી પળમાં પોતાની જાત સંભાળી લીધી. એટલામાં એક નેતાજી જેવા દેખાતાં વડીલ આવ્યા તેમણે જોતાં જ ગેમ રમવાનું છોડી ઉભો થઈને ક્લાર્કે આવકારી બીજી ખુરશી મંગાવીને બેસાડ્યા અને ચા મંગાવીને પીવડાવી.પેલો કામ બોલાતો રહ્યોને આ ફટાફટ પટાવતો રહ્યો બહાર ગરીબ બાઈ અને આર્મીમેન બાજુમાં ઉભો જોતો રહ્યો.


     "સાહેબ જરા મારી સહી કરી આપોને એક જ પેપર બાકી છે હવે ." આર્મીમેન વચમાં બોલતા ક્લાર્ક ભડક્યો,
   "તમને ખબર નહીં પડતી આ સાહેબનું કામ ચાલી રહ્યું છે ને વચમાં ટપકી પડો છો. ?"


    ફટાક..... કરતાંક જોરદાર અવાજ સંભળાયો ઓફિસના તમામ કર્મચારીઓ ઉભા થઈ ગયા. પેલો ક્લાર્ક પોતાનાં તૂટીને નીચે  પડેલા બે સડેલા દાંત તરફ જોતો હતો. બહારથી મહિલા આંસુ લૂછતી આવીને બોલી,
   "ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી."


પેલો કામ કરાવવા આવેલો નેતાનો માણસ ક્લાર્કનું ઉપરાણું લેતાં બોલ્યો,
   "સરકારી કર્મચારી પર હાથ ઉઠાવવો કેવો મોટો ગુન્હો બને છે જાણો છો.?"


સટાક.....  કરતાંક બીજી થપ્પડ ગુંજી પેલાનાં ગાલ લાલ થઈ ગયા હતાં અને હોઠ ચૂપ.


           આર્મીમેને પોતાનું પેપર કાઢીને સહી કરવાં કહ્યું. પેલો પોપટની જેમ ડાયો બનીને કામ કરવાં લાગ્યો પોતાનું કામ પૂરું થતાં પેલા ગરીબ બેનને બોલાવી તેમનું કામ તરત કરવાં કહેતા  મોઢે નીકળતું લોહી રૂમાલ વડે લુંછતા લૂછતાં ફટાફટ ક્લાર્કે કામ કરી દીધું.


         આર્મીમેન બધાની તરફ નજર કરી બોલ્યો,
" અત્યાર સુધી ગાંધી બાપુના ત્રણ વાંદરાની જેમ ચૂપચાપ જોયા કરતાં હતાં તેમ આ પણ ફક્ત જોયા જ કરજો બોલતા નહીં કાંઈ. મારા દેશની કેવી હાલત કરી છે.?બધાને ગોળી મારવાની ઈચ્છા થાય છે."
            ચૂપચાપ આર્મીમેન છાતી ફુલાવી ચાલતો થયો. પાછળ બસ મૌન જ છવાઈ રહ્યું પેલો ક્લાર્ક દર્દથી કણસતો મોઢું ધોવા ગયો. ઈમાનદાર લોકોના મુખ પર સ્મિત હતું ને ભ્રસ્ટાચારી લોકોના મુખ પર ડર છવાયેલ હતો.

     ------સમાપ્ત *-------

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ