વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય તું સરનામું

"સમય તું સરનામું"


સમય તું સરનામું આપી દે તો,

મારી હથેળીમાં લખી લઉં.

ભૂંસાય જાય થોડીવારમાં તો,

મારા કાળજે કોરી લઉં... સમય તું સરનામું 


ઉગીને આથમી જાય છે

વેળા એમની એમ વીતી જાય છે

થોડો તું ટાઇમ મને આપી દે તો,

થોડું નેક કામ કરી લઉં... સમય તું સરનામું



સફર હોય છે મજાની,

જ્યારે સમય હોય જો સાથ.

સમય જો સમય આપી દે તો,

સમય સાથે થોડું જીવી લઉં... સમય તું સરનામું


આળસ આવી જાય,

જીવનમાં ઉથલ પાથલ કરી જાય.

સજાગ રહીને કામ કરી દે તો,

ખૂલી આંખે મારું નામ કરી લઉં... સમય તું સરનામું 


આ આમથી નથી લખી,

કવિતા મે શોખની ખાતીર.

કાયમ જો સાથ દે તો,

"કાવ્ય" કવિતાનું નામ લખી દઉં.. સમય તું સરનામું 


ગઝલ: કિશન એસ. શેલાણા"કાવ્ય"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ