વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘરચોળું

ઘરચોળું


હુંતો ઘરચોળું ઓઢી બજાર નીકળી રે

મને પૂછે નગરશેઠ વાણિયા 

આતો કોને લીધું બહેન ઘરચોળું રે

મારા સસરાએ લીધું છે ઘરચોળું રે

મારી સાસુજી એ ચૂકવેલ મૂલ

મને પિયુજીએ ઓઢડ્યું આ ઘરચોળું રે..


હુંતો ઘરચોળું ઓઢીને બજાર નીકળી રે

મને પૂછે ઝવેરીના શેઠિયા

આતો ક્યાંથી લીધું બહેન ઘરચોળું રે

મારા જેઠજીએ જેતપુર ડખોળ્યું રે

મારા જેઠાણીએ પાટણથી મુલવ્યું

મારા સાયબના નામનું આ ઘરચોળું રે..


હુંતો ઘરચોળું ઓઢી સાસરે નીકળી રે

મને પૂછે ગામનાં લોક

આતો વ્હાલું લાગે મને મારું ઘરચોળું રે

ઘરચોળું ઓઢીને ક્યાં હાલ્યા રે

મારો સાંવરિયો જોવે છે મારી વાટ

મારી નણંદને દેખાડવું છે ઘરચોળું રે..


હુંતો ઘરચોળું ઓઢીને પાણીડાં નીકળી રે

માથે ત્રાંબા પિતળની છે હેલ

આતો પનઘટે વખાણ્યું મારું ઘરચોળું રે

મારી હેલ ઉતારો તમે વાલમિયા રે

હેલ છલકાય હૈયું છલકાય

ભીંજાય જાય મોઘું મારું ઘરચોળું રે..


રચના :- કિશન એસ. શેલાણા"કાવ્ય"


    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ