વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્યથા

ઊઁચી ગગનની ઉડાનમાં ક્યાંક તો, 

એ પતંગને દોર બહુ નાની પડી


કદીક આપ્યો દિમાગને છુટ્ટો દોર,

દર વખતે દિલની આનાકાની નડી


નાદાન બનીને જ જીવવું હતું પણ,

મને મારી જ સમજદારી નડી


આમ સહજ,સળંગ જ લાગ્યું'તુ જીવન,

વચ્ચે લાગણીઓની તબ્બકાવારી નડી


સજા જુદાઈની એને આપવા વિચાર્યું'તુ

પણ ફરિયાદી પ્રેમની જ વફાદારી નડી


મેં ક્યાં કહ્યું હતું હકીકતમાં આવ, 

સ્વપ્નમાંય શું પાંપણની પહેરેદારી નડી?


હવે તો એય નથી આવતા આંખોમાં, 

સપનાઓએ શોધી હશે નવી બારી વળી


કહેવી છે ઘણી દિલની વ્યથા હજુ પરંતુ, 

વળી પાછી શબ્દોની સાઠમારી નડી...


✍️✍️





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ