વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ

જીઑપૉલિટિક્સમાં રસ લેતા થયેલા ઘણા સમજદાર ભારતીયો હવે જાણે જ છે કે ભારતનું પોતાને ગ્લોબલ સાઉથના આગેવાન તરીકે પ્રમોટ કરવું, ભારતમાં એક ‘સ્ટેબલ’ સરકારનું આવવું ઘણાને પચી નથી રહ્યું. જયશંકર ડૉક્ટ્રેન આકરું લાગે છે. ફોર્ડ ફાઉન્ડેશન, જ્યોર્જ સોરોસ જેવાનાં નામથી લોકો ધીમે ધીમે પરિચિત થઈ રહ્યા છે. બાંગ્લાદેશ અને તાઇવાનની ચૂંટણીઓને છંછેડવાના પ્રયાસો થયેલા એ દૂરના ભૂતકાળની વાત નથી. આપણા દેશની ચૂંટણીઓમાં આનો ડર વધી જાય છે, કેમ કે જનસંખ્યા વિશાળ છે, વિવિધતા પ્રચુર છે, ફૉલ્ટ લાઇન ઘણી બધી છે. અલબત્ત, ચારસો પારની ચિંતા જનતાએ કરવાની નથી, એ બીજેપીની ચિંતા છે. જનતાએ ચિંતા એની કરવાની છે કે વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરી દેનારી, વૈમનસ્ય ફેલાવનારી વાતોથી દૂર રહેવું. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ