વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ જિંદગી જીવી લે ને યાર


બસ, જિંદગી જીવી લેને યાર



જૂનું વાગોળીને શાને પીડા આપવી જાતને,

માહ્લાનો મહાદેવ રાજી રાખીને,

છોડોને મન કેરો ભાર,

બસ, જિંદગી જીવી લેને યાર.....



છેલ્લી ઘડીએ કપુર પૂરીને શું કરશો?

ઘી ન રહેતા દીવડો થશે રામ,

પ્રેમપ્રકાશે દૂર કરોને અંધકાર, 

બસ, જિંદગી જીવી લેને યાર.....



જીવન છે કેવું? કેમ છે? શું  છે?

આ પળોજણમાં કેમ પડીએ?

અરે! મસ્તીનો કરને વિચાર,

બસ, જિંદગી જીવી લેને યાર......


કયાં અપાય રાજીનામુ આ જીવનમાંથી,

શ્વાસ પર પણ પહેરો લગાય,

તો મેલોને માથાઝીંક હજાર,

બસ, જિંદગી જીવી લેને યાર....



ખીલવું કરમાવું એ તો જીવનની રીત,

આ પ્રકૃતિનો અસ્તિત્વનો મોટો પુરાવો,

સજી અર્થીમાં જાવું પેલે પાર,

બસ, જિંદગી જીવી લેને યાર.....


જિંદગી તો  રમત સંતાકુકડીની,

આ વ્યર્થ માનવદોટે કોનો ઉધ્ધાર?

મોત કયારે આવી પડશે દ્વાર!

બસ, જિંદગી જીવી લેને યાર....


ભલે જીવનમાં તકલીફ અપાર,

તોય જિંદગી જીવવા જેવી છે,

જીવનનો બસ એક જ સાર,

બસ, જિંદગી જીવી લે ને યાર.....


જીજ્ઞા કપુરિયા"નિયતી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ