વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરાક અમથી ઝંખના

"જરાક અમથી ઝંખના"


જરાક અમથી ઝંખના ઝંખી રહ્યો છું.

કંઈક મેળવવા કંઈક ગુમાવી રહ્યો છું.

એક આવે એક હાથથી છૂટી જાય છે,

નીતિનું મળે તેવું કરવા મથી રહ્યો છું.


ઈરાદો તો નેક હતો મારો,

                  પણ એને મન ખોટ હતી.

સાગર તો ઘુઘવાટા કરતો,

                 સામે ભરતીની ઓટ હતી.

કિનારે ઝાંઝવાનાં જળ નિહાળી રહ્યો છું.


ખબર નથી કોણ પોતાના,

                  અને કોણ હશે પારકા.

હારે રહીને કામ કરી જાય,

                સ્વાર્થ હોય ત્યારે ઠાવકાં.

પારકાનેય પોતાના કરવા ટળવળી રહ્યો છું.


એક મુઠ્ઠી ધનને પામવા,

                  રણ આખુંય ખેડી નાખ્યું.

મળી તો ફકત થોડી રાખ,

                શરીર જ્યારે હોમી નાખ્યું.

કોની માટે દુનિામાં વલખાં મારી રહ્યો છું.


રચના: કિશન એસ.શેલાણા"કાવ્ય"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ