વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંપૂર્ણ સ્ત્રીત્વ : પુરુષ સાથે.

આજે આલેખ મારી સાથે હોત તો?

(બેડરૂમમાં પતીજીના ફોટા પાસે આવીને અશ્વતી  આલેખન વિચારોમાં વ્યસ્ત)

આજથી 5વર્ષ પહેલાનો આ દિવસ ઉજવવા મારા માટે આલેખ કેટલી તૈયારીઓ કરી રાખતો?

મારા માટે,

ફ્રેન્ડસ સાથે પાર્ટી, ગેમઝોન, મૂવી, શૉપિંગ, ચેરિટી અને એન્ડ ઓફ ધ ડે નું ગાલા ડિનર થી માંડીને સ્ત્રી તરીકે એના જીવનમાં હોવાનો ભરપુર આનંદ રોમાંચ એના શરીરની નસેનસમાં ભરી દેતો અને મને એની પ્રેમવર્ષામાં ભીંજવી દેતો.સાથેસાથે એ યાદ કરાવતો કે "અશુ તારે જાતે બધું કરવાનું છે, સ્વતંત્ર બનવાનું છે,પોતાના પગ પર ઊભું રહેતા શીખવાનું છે એ સાચી સ્ત્રી કે જે પ્રેરણાસ્ત્રોત છે,શક્તિ છે હરણી બનીને હણાવવા નથી બની,કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે."

જો આલેખ હવે તો ખુશ ને?તે મને બધું j જાતે કરતાં કરી દિધી. આપણા દીકરા અમર નું એડમિશન પણ કરાવી દીધું.હવે તો ખુશ ને?

(એમ મુક સંવાદો માં ખોવાયેલી બેડરૂમનો દરવાજો ખોલી એના મમ્મી અંદર કપડાં ગોઠવવા આવ્યાં એ જોઈ અશ્વતી થોડીક વિચલિત થઈ કારણકે 5 વર્ષના યુગલજીવન પછી જ્યારે આશ્વતી અને આલેખના છુટાછેડા થયા અનીલાબેન ના મનમાં એક વિશ્વાસુ જમાઈરજા અળખામણો પુરુષ બની ગયો હતો.અને દીકરી સાથે એના જ ઘરે દીકરી અને એના પુત્ર સાથે બંને માતાપિતા રહેતાં હતાં કરણ કે એમનો દીકરો અનંત અશ્વતીનો ભાઈ પણ વિદેશ જઈને ત્યાં જ વિદેશી કન્યા સાથે સ્થાઈ થઈ ગયો હતો.)


"અશ્વતીબેટા.....

આજે ફરીથી પાછી એ આલેખનો ફોટો લઈને બેસી ગઈ?

શું વિચાર્યા કરે છે? ભગવાન જાણે દગો કરે એવો લાગતો તો નહતો પણ કરી ગયોને દગો તોય!

આ પુરુષોની જાત જ એવી!"

મમ્મા.....

"હા હા અમારે તો બોલવાનું નહીં પાછું પણ મારું કાળજું કપાય છે જ્યારે તને એકલી અમરની આંગળી પકડીને કાલે સ્કૂલ મૂકવા જતાં જોતી હતી ને?

જ્યારે અમર કહે કે કેમ એની પાછળ પપ્પા નહિ મમ્મી નું નામ બોલવાનું??"

"અને તોય હજીય તું તો ત્યાં ની ત્યાં જ છે બેટા?ચાલ માની લઉં કે એની એક ભૂલ હશે પણ મારી છોકરીની તો જિંદગી આખી હોમાઈ ગઈ ને?? એનું શું?"

"આંસુ તો લૂછી દઈશ પણ તું ?ચાલ છોડ આ બધું તારો રવિવાર જાય છે સાંજ પડી જા ને બહાર નીકળ જો તારી બહેનપણીઓ સાથે જા આજે તો શું કહે છે પેલું.. women's Day છેને?મારા દીકરા જા ને ફરી આવ થોડું."

મા રોજ તો બહાર જ હોઉં છું ને? કેટલા બધા મિત્રો છે ઓફિસમાં.

આજે તો બહુ સમયે મળ્યો છે આ રવિવાર,આજે જ તો અમે સાથે બેઠા છીએ મા....

તું મને એ કહે કે અનંતભાઇ નો જન્મ થયો ત્યારે તને કેવું ફીલ થયું હતું? "બેટા મારા અનંતએ તો મને સંપૂર્ણ સ્ત્રી બનાવી.અને એના પગલે તું આવી. મારી લક્ષ્મી.

બાળકની સાથે માતાનો જન્મ થાય પણ જોને એ બાળક.....આ ઘરના બેઉ પુરુષો.....એક છોકરો વિદેશ વસી ગયો અને છોકરા જેવો જમાઈ......"એમને વચમાં  જ રોકતાં અશ્વતી એ પૂછ્યું કે...

"અચ્છા મા સવારે શું થયું હતું? તું પપ્પા પર કેમ આજે આટલી ગુસ્સે થઈ હતી?

અરે તને ખબર નથી બહુ નિષ્કાળજી થઈ ગઈ છે, ખબર છે કે બીપી ની ગોળીઓ નથી લેતા તો શું હાલ થાય છે?"

કોના?તારા??? કે એમના હાલ?

"અરે અમારા બેઉના જ ને ભૂલ બે માંથી કોઈની પણ હોય હવે ભોગવવું તો બન્નેવે જ પડે ને?"

એમ મા?

કહીને અશ્વતિ મા ને સ્મિત આપીને આલેખ ના ફોટા સાથે બહાર ગાર્ડન માં બેસવા જાય છે.

પાછળથી પિતાજીએ વ્હાલભર્યા સ્વરમાં દીકરીના માથે હાથ ફેરવીને...

મારા આશ્વતિ અને અસવાર શું કરે છે?

અરે આવો ને પપ્પા....

બસ જો જોવોને તમારો અસવાર એનામાં વ્યસ્ત અને હું એને જોવામાં.

"મારી શેરની...

તને આમ જોઉં છું તો તારી બહાદુરી અને એકલતા બંને માટે એક આંખ રડે કે બીજી ગર્વ કરે એમ થાય છે.

તારા પ્રેમના સમર્પણ પર ગદગદ થઈ જાઉં છું અને બીજી બાજુ આલેખ વિનાના તારા લખેલા લેખ પર સુન થઈ જાઉં છું.

હમણાં તે અનિલા ને સમજાવ્યું હતું જે રીતે કે પ્રેમમાં બે શરીર એક જાન હોય એમ તારો આલેખ માટેનો પ્રેમ અને છુટાછેડાનો નિર્ણય બંને સાચા હતાં કદાચ પણ મા તરીકે એની વાત પણ સાચી છે"

હા પપ્પાજી, એ વાતો જવા દો ને, જોવો આલેખ કેટલો ખુશ હતો,આપણી સાથેનું છેલ્લું ડિનર!

તમે તો એની આંખોમાં સાચો પ્રેમ જોયો છેને પપ્પા?

અને સાચું કહું પપ્પા આ પ્રેમતો છેલ્લા હિયરિંગની છેલ્લી સહી કરતી વખતે પણ મને એવોને એવો જ દેખાતો હતો.

તમે જ નામ રાખ્યું હતુને પપ્પા મારું "અશ્વતી" તમારી "Grace"? તો તમારી અશ્વતી ઢીલી પડે?

તમે અનંતનું વિદેશ જવું સ્વીકારી શક્યા છો? એમ મમ્મી પણ આલેખનું મને છોડીને જવું નથી સ્વીકારી શકતી.

તમે મને કહેશો પપ્પા કે જો ભાઈ-ભાભી અહીં હોત તો તમે મારી સાથે હોત?ગમે તે રીતે મારા ભાઈ એ મને સેવા કરવાનું કારણ આપ્યું.આપણને સાથે રહેવા માટે એ નિમિત્ત છે.ભાઈ એ નાનપણથી જ મને હિંમતથી સમાજમાં માથું ઉંચુ કરીને જીવતા શીખવાડ્યું.

મને આલેખ એ સંપૂર્ણ સ્ત્રી બનાવી, માતૃત્વ માટે,જીવન જીવવા માટે મારો અમર આપ્યો, એ હું કેવી રીતે ભૂલી શકું?

પપ્પા આજે નારી દિવસ પણ આ *નારીને તો સંપૂર્ણ તમે પુરુષો એ જ બનાવી.*

મારા વ્હાલા પપ્પા , મારી ૬૫ વર્ષની ડોશીના ૭૦વર્ષના જવાન હેન્ડસમ તમે પણ એક પુરુષ તમારા વિના એ સંપૂર્ણ સ્ત્રી બની હોત? શું મારું અસ્તિત્વ હોત?

બોલો સ્ત્રી માટે સ્ત્રીત્વ સમજવું કે ઉજવવા કરતાં એને સંપૂર્ણતા બક્ષતા પૌરુષત્વ ને પણ સાથે સલામ કરવું એક અનિવાર્ય ભાગ છેને?

બસ હું મારા આલેખને એના માટે આભાર કહું છું.

બોલો હું ક્યાં ખોટી છું?

પપ્પાનો પ્રેમાળ હાથ ફરી એક વાર દીકરીના માટે ફરે છે અને દીકરી એના પિતાના ચશ્મા કાઢી આંસુ લૂછે છે!




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ