વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રદ્ધા

તું જેવી ધારે એવી સ્થિતિ બધી થાય? ના થાય.

તારા શ્વાસે રમતી બધી ઈચ્છા પૂરી થાય? ના થાય.


પરસેવાની ઈંટો મુકીને ઘર ચણ્યું હતું,

નાની ગેરસમજથી ઘરની મકાનમાં બદલી થાય, ના થાય?


અટ્ટહાસ્ય ન કર મજબૂરીમાં ઝૂકેલી કોઈની આંખો પર,

સમય બદલાય ત્યારે એ જરૂર ઊંચી થાય, ના થાય.?


અંધશ્રદ્ધાના ડરને લીધે માલિકના પુરાવા તું શોધે છે,

શ્રદ્ધાથી ખાલી સ્મરી જો તરત એની હાજરી થાય, ના થાય?


ન તોડીશ કોઈનો ભરોસો, એનાથી ટકી છે દુનિયા,

તૂટેલાં વિશ્વાસના વહાણ બેઠાં ફરી થાય? ના થાય.


નિશાન એમ. પટેલ (સ્વાગત)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ