વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહેંદી


હાથ મારો હતોને નામ,

       એમાં તમારું હતું,

આ  મહેંદી જ મારા

         પ્રેમનું સરનામું હતુંં.


નીકળો છો તમો ને યાદ

            લોકો કરે છે મને.

આપણા પ્રેમનું ખાતું  જ

        એવું સહિયારું હતું.


સાથ દેવો હતો પણ આ

     જમાનો વચ્ચે છે હવે,

આબરુનુંય ખાતુ આપણું

        પણ મજિયારુ હતું.


ચવેલીયા સંદિપ પી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ