વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

''નારી''

જાત આખી શોધવા નીકળી,

ચોરે ચૌટે ક્યાંય ના મળી.

અસ્તિત્વની થઈ રઘવાઈ,

હારી થાકી તોય શાંતિના વળી.

બાપુજીથી ભાઈ સુધી,

પતિથી લઈ અંશ સુધી...

ઇચ્છાઓનું પોટલું વાળી,

આંખો નગુણી ક્યાંય ના ટળી.

અંશને દીધું બીજાનું નામ,

પરિવારને દીધું શ્રેય તમામ.

જાણે થઈ મૂર્તિ સમર્પણની.

તોય જગ્યા સાચી ક્યારેય ના મળી.

છેલ્લા પડાવની આસમાં,

ઝુરતી રહી વિશ્વાસમાં.Nidhi

એક પછી એક બદલાયા ખભા,

તોય ઓળખ પોતાની ક્યાંય ના ફળી.

સાથે મળીને કરીએ અભિવાદન,

સન્માનિત છે સૃષ્ટિનું શ્રેષ્ઠ એ સર્જન.

બે ઇંચના હાસ્યથી જ ફક્ત,

એના રોમે રોમ ખીલી ગઈ કળી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ