વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું નારી છું..✍️,,

હું નારી છું હું નારી છું,

હું નારી છું હું નારી છું,


મ્મમી પપ્પાની દુલારી છું,

પતિ પરમેશ્વરની પ્યારી છું,

હું નારી છું હું નારી છું,

અબળા છું મહાકાલી છું,


સર્વ ન્યોછાવર કરનારી છું,

દુઃખ સૌ હરનારી છું,

હું નારી છું હું નારી છું,

લાગણીઓમાં રમનારી છું,


ક્યારેક ખરાબ ક્યારેક સારી છું,

જીવનયુદ્ધ ખેલનારી છું,

હું નારી છું હું નારી છું,

સઘળું હું જીતનારી છું,


સમય આવ્યે વ્યાપારી છું,

હું ભાવ તાલ કરનારી છું,

હું નારી છું હું નારી છું,

અર્થ બચત કરનારી છું,


સો પર એક હું ભારી છું,

પ્રાણ પતિ લાવનારી છું

હું નારી છું હું નારી છું,

સૌ ભાર માથે ધરનારી છું,


સૌ માને લાચારી છું,

છેડો તો મહામારી છું,

હું નારી છું હું નારી છું,

સૌના હૈયે વસનારી છું,


પરિવાર માટે જીવનારી છું,

પ્રાણવાયુ પુરનારી છું,

હું નારી છું હું નારી છું,

વિશ્વભરમાં ભમનારી છું,


જીદ બધી પુરનારી છું,

ખાટી, કડવી ને ખારી છું,

હું નારી છું હું નારી છું,

સુખે દુખે હસનારી છું,


હું નારી છું હું નારી છું,

હું નારી છું હું નારી છું,


મહિલા દિવસની સર્વ મહિલાઓને સમ્માન પૂર્વક ખુબ ખુબ શુભેચ્છાઓ

💐💐💐💐💐💐

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ