વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધરતીમાતા

               " બસ એક બાઈટ.... "


               "ના બેબી, યુ લાઈક ચોકોલેટ ના..... "


              "હમમમમમ, પણ તારા કરતા મીઠુ કોઈ નથી, તું જ 

ખાઈ લે.. "


            " અરે, મારે તો કાલ ના વાઇવા ની તૈયારી બાકી છે. "


           "મારાં રૂમ માં મટેરીઅલ પડ્યું છે.ચાલ સાથે તૈયારી       કરીએ. "


         "ચાલ ડિયર........ "


             બંને નો પ્રેમ પાછળ ઉભેલી નિશા અને ગરિમા જોઈ રહ્યા હતા. રવિ અને માહી બન્ને તેના જુનિયર હતા. બન્ને દરરોજ  કૉલેજ એ થી છૂટી ને ગાર્ડનમાં મળતા. કોઈ વાર સાથે અસાઈન્મેન્ટ કરે, વાતો કરે, પ્રેમ કરે. કૉલેજમાં આદર્શ પ્રેમી પંખીડું હોઈ તો રવિ અને માહી. સિનિયરથી ફેકલ્ટી સુધી બધાને તેના  સંબંધો ની સારી એવી જાણ હતી.


             સવારે 8 વાગ્યાં હતા.બધા ભૈતિક વિજ્ઞાન ના વાયવા આપવા આવ્યા હતા.રોલ નંબર 43 માહી અને 44 રવિ. માહી કાચની ચમકતી કેબિનમાં વાયવા આપવા બેઠી. લગભગ અડધી કલાક થઈ માહી બહાર ના આવી. બધા વિદ્યાર્થીઓ  10-15 મિનિટ માં આવતા હતા. રવિ કેબિનની  અંદર નજર કરી તો પ્રોફેસર રાઓલ માહીની સામે જોઈ ને વાર્તાલાપ કરી રહ્યા હતા. લગભગ પોણી કલાક થઈ અને માહી બહાર આવી.


        "રી વાયવા આપ્યા... "


તેણી એ રડમસ થઈ ને કહ્યું.


         "હાઉ.... યુ હેવ પ્રીપેડ વેલ ... આઈ મીન.. "

રવિ બોલ્યો.


       "નેક્સટ રોલ નંબર... "


        કેબિન માંથી આવાજ આવ્યો અને રવિ વાત અધુરી છોડીને કેબિન માં ગયો. ફક્ત 5 મિનિટમાં  વાયવા દઈ ને આવ્યો.રવિ અને માહીને કાંઈ તર્ક મળ્યો નહિ પરંતુ બીજા દિવસે માહી ફરીથી વાયવા ની તૈયારી કરી ને આવી.


          રાઓલ સરની  કેબિન માં........


            " આવો મિસ માહી.... મને લાગે છે ત્યાં સુધી માહી એક દૂધ ની ફેક્ટરી  છે... એમ આઈ રાઈટ?"


       સર ના પ્રશ્ન વિશે વિચારે કે જવાબ આપે એ પેહલા જ બીજો સવાલ કર્યો.   


       "આજે પિન્ક પહેર્યું,  સુઇટ્સ યુ..... !"


  માહી સામે ઉભી ને અસમંજસ માં હતી કે શુ જવાબ આપવો.

   ત્યાં જ બીજો પ્રશ્ન આવ્યો.


        "ક્યાં રહો છો?"


       માહી  એ કચોવટ સાથે કહ્યું


         "નૂતનનગર "

 

          "ઓહો... કઈ રીતે આવો છો ત્યાં થી.... રવિ સાથે?"


           "હા સર "


            "તારો કયો નંબર એકટીવ હશે? શીટ પર દર્શાવેલો છે એજ ને.... "


         એમ કેહતા રાઓલ સાહેબ  માહી ની નજીક આવ્યા અને ખભા પર હાથ મુક્યો. તને,  તો હું એમજ પાસ કરી આપીશ. બસ થોડું પર્ફોર્મન્સ બતાવવું પડશે. "


        માહી સાહેબની દ્વિઅર્થી વાતો થી ડરેલી હતી. કશું બોલતી નોહોતી. કેમકે વાયવા માં નાપાસ થવાનો ડર અને આખુ વરશ ફરીથીએ વિષયની પરીક્ષા આપવાનો ડર  મન માં જકડી રાખતો હતો.

            વાયવા ના સમયે આવા પ્રશ્નો થી ડઘાયેલી માહી થોડી ડરેલી હતી.  પ્રશ્નોત્તરી નો સિલસિલો આગળ વધે  છે.


             "તારા ઘરે રવિ વિશે ખબર છે?"


             "ના "


             "હમમમ.... કોઈ  જ કમિટમેન્ટ વગર આટલે સુધી સંબંધ.. તારી ઈચ્છા હોઈ કે ઘરે ના જાણ કરું અને વાયવા નીકળી જાય તો મહેનત  કરવી પડશે.કાલે મારાં ઘરે આવજે, સમજાવીશ.  બધા રજા ઉપર છે અને પ્રિયા પિયર ગઈ છે  "


       એટલામાં ત્યાં લેબ એસસીસ્ટન્ટ મિસ્ટર રાકેશ આવ્યા. વાત અધુરી મૂકી ને રાઓલ સાહેબ એ કહ્યું.


   "રિવાયવા... પ્લીઝ કન્સુલટ મેં પર્સનલ ફોર સબજેક્ટ ડેપ્થ "


    માહી આ સાંભળી ને રડમસ થઈ ને નીકળી કેબિનની બહાર નીકળી.


          સ્ત્રીના જીવનમાં રોજબરોજના જીવનમાં આવી કેટલીય સમસ્યાઓ આવે છે. જે કહેવાતી પણ નથી અને જેના સાથે રહેવાતું પણ નથી.


          માહીએ ઘણું વિચાર્યું.ત્યારબાદ સરના ઘરે જવાના નિર્ણય ને નકારીને માહી હેડ ઓફિસે ગઈ. પ્રિન્સિપાલને રાઓલસરના વર્તન વિશે જાણ કરી અને આગળના વાયવા પ્રિન્સિપાલની હાજરી માં થયાં.માહી ડિસ્ટીંકશન સાથે પાસ થઈ.


       ભારત જેવા વિકસતા દેશમાં જ્યાં સ્ત્રી ચારિત્ર્યની વ્યાખ્યા એક પ્રશ્નાર્થ છે, ત્યાં ચારિત્ર અને અન્યાય વચ્ચે સંઘર્ષ સ્વાભાવિક છે. વિકસતા દેશમાં સ્ત્રી સાથે વિકસતું વલણ( developed attitude) ઇચ્છનીય છે. પરંતુ હજુ આપણે વિકસાવી શક્યા નથી.


      સ્ત્રી એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એના મૂળભૂત રૂપે, મસ્તીમાં ઘણી ભેંટો આપે છે. વૃક્ષ, શાક, ફળ વગેરે. પ્રકૃતિનું સંવર્ધન (conservation) જરૂરી છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિ નો નાશ કરે છે.જંગલોનો નાશ, વૃક્ષો ની કપાત વગેરે.  પોતાના સ્વાર્થ માટે છેડતી, બળાત્કાર, શોષણ, મરજી વગર પરાણે દેહવ્યાપર વગેરે જેવી ઘટનાઓને અંજામ આપે છે. પોતાના લોભ માટે પ્રકૃતિનું  નુકશાન કરે છે. પ્રકૃતિ પાસે સર્જન અને વિનાશ ની અદભુત શક્તિ છે. આ પ્રકૃતિને નુકસાન કરીને શાશ્વત શાંતિ ગુમાવે છે. પ્રકૃતિનો નાશ કરીને બનાવેલા મકાનો, ઉદ્યોગો  વગેરે સશક્તિકરણ ઓછું અને વિનાશ વધારે છે. સ્ત્રીનું  સંવર્ધન-સંભાળ એ જ સશક્તિકરણ છે.


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युग.


        ભગવદ ગીતા માં કૃષ્ણએ કહ્યા મુજબ,


         જ્યારે "માતા પૃથ્વી " પાપથી ત્રસ્ત થઈ છે, ત્યારે કૃષ્ણને આવતાર લેવો પડે છે. વિનાશ અને સર્જન સમયે, ધરતી પરના ઝરણાઓ, નદીઓ, પર્વતો વગેરેને નુકશાન થાય છે.સહન સ્ત્રી -પ્રકૃતિ કરે છે.  સ્ત્રી પર ના અત્યાચારોથી સ્ત્રીત્વનો નાશ થાય છે. કૃષ્ણને સ્ત્રી થકી અને સ્ત્રી માટે જનમવું પડે  છે.


    આજ કાલ મોટા ભાગની મહિલાઓમાં (અમુક શારીરિક કારણો) ને બાદ કરતા pcod, થાઇરોડ જેવી સમસ્યાઓ વ્યાપક છે. જેનું  કારણ,  શોષણ અને બદલાયેલી જીવનશૈલી છે, તેવું અમુક મનોચિકિત્સક માને છે.

     

    

    


          

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ