વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

WOMANS DAY SPECIAL સ્ત્રી સમ્માનની માત્ર વાતો,

       આજે આખી દુનિયામાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે જોરશોરથી ઉજવાય રહ્યો છે.. એ લોકો પણ સ્ત્રી શક્તિની, સ્ત્રી સલામતીની, સ્ત્રીઓના માન સમ્માનની મોટી મોટી વાતો કરી રહ્યા છે.. જેને મન સ્ત્રી એટલે માત્ર એક ઉપભોગની વસ્તુ જ.., એક સ્ત્રી માટે માલ, આજ શબ્દ વાપરતા થઈ ગયા છે આજના લોકો.. આજના યનગસ્ટર્સનું જ જોઈ લો ને જ્યાં પણ છોકરી જોઈ નથી ને એને ઘુરવાનું શરૂ કરી દીધું છે.. જોવાની પણ હદ હોય... 

        અને આપણો સમાજ, આપણા સમાજના લોકો પણ આવા હલકી માનસિકતાવાળા લોકોને કાબુ કરવાને બદલે સ્ત્રીઓ ને કાબુ કરવા નીકળી પડ્યા છે..  વર્ષોથી ચાલતું આવ્યું છે ને.. સ્ત્રીઓ એ પુરુષોની સામે બોલવું નહીં અવાજ ધીમો રાખવો.. આંખ ના મિલાવવી.. ઘરની ચાર દીવાલોની અંદર સંયમથી પોતાની મર્યાદામાં રહેવું.. જો કોઈ સ્ત્રીએ આ કહેવાતા પુરુષ પ્રધાન સમાજના બનાવેલા નિયમોમાં થી કોઈ એકાદ નિયમ તોડ્યો તો.. તો પછી એની તો ખેર નહીં.. 

       એક સમય હતો, લોકો બાળકીને જન્મતાની સાથે જ મારી નાખતા, પણ હવે સમય બદલાયો.. લોકો કહે છે કે હવે બધાને દીકરીઓ બહુ જ વ્હાલી છે.. તો પણ ગર્ભમાં સ્ત્રીભ્રુણ હત્યાઓ તો થાય જ છે ને..? ત્યારના અને અત્યારના સમયમાં શુ બદલ્યું.. કઈ જ નહીં.. ત્યારે જન્મતી ને મારી નાખતા હવે જન્મવા જ ક્યાં દે છે..

        આમ તો હવેની આજની સ્ત્રી ચૂપ નથી રહેતી.. સામે વળતો જવાબ આપે છે.. આંખ નહીં જુકાવતી પણ આંખોમાં આંખો મિલાવી બેખોફ પોતાની વાત મૂકે છે..

         

        આમ તો ઉપર કહ્યું એ મુજબ માત્ર એક દિવસ, સ્ત્રી સ્વતંત્રતાની, સ્ત્રીઓ ના હકની, નારી સમ્માનની વાતો અને પછી..,

       જેવી રીતે આપણે દેશ ભક્તિની વાતો કરી કરીને, સ્વતંત્રત્તા દિવસ કે ગણતંત્ર દિવસ અથવા તો મા સાથે પપ્પા સાથે એકાદ સેલ્ફી ક્લિક કરી એને હરખથી સોસીયલ મીડિયા પર પોસ્ટ કરી મધર્સ ડે કે ફાધર્સ ડે  બધું ઉજવી લઈએ છીએ એવી જ રીતે વુમન્સ ડે પણ માત્ર એક દિવસની જ વાત થઈ ગઈ છે.. વુમન્સ ડે એટલે મહિલાઓ નો દિવસ, સ્ત્રી સમ્માનનો દિવસ, સ્ત્રીઓ ના માન સમ્માનનો દિવસ એ દિવસે જ એક અત્યાચારી પતિને મૂંગા મોંએ બધું જ સહન કરતી પત્નીમાં એક સ્ત્રી દેખાશે, પોતાની જિંદગીમાં વ્યસ્ત, મસ્ત એક દીકરાને વૃદ્ધાશ્રમમાં રહેતી મા અંદર એક સ્ત્રી દેખાશે.., કોઈની બહેનોની ખુલ્લેઆમ છેડતી કરતા એક ભાઈને પોતાની બહેનમાં એક સ્ત્રી દેખાશે.. તો પછી વર્ષના ત્રણસોને ચોસઠ દિવસ તમે ક્યાં ગયેલા.. ત્યારે તો તમને ના યાદ આવ્યું કે એ એક સ્ત્રી છે, ત્યારે તો તમે એના માન કે સમ્માનનો વિચાર પણ ના કર્યો..

        ઉપર પતિ, દીકરો અને ભાઈ એ જે ત્રણ ઉદાહરણો આપ્યાને આમાં, હું તમે આપણે બધા આવી જઈએ.. આપણે માત્ર વાતો જ કરીએ છીએ, નારી શક્તિની.. 

        સમાજનો કોઈ સારો નેતા, સ્ત્રી સમ્માન, સ્ત્રીઓ ના હક પર સમાજની સામે સ્ટેજ પર સારી એવી સ્પીચ આપતો હોયને એજ નેતાની માં વૃદ્ધાશ્રમમાં દિવસો કાપતી હોય, પત્ની પર નશામાં એ ગમે ત્યારે હાથ ઉપાડતો હોય ને દીકરી એનાથી ડરતી હોય એવા માણસને મન સ્ત્રી સમ્માનની વાતો ક્યાંથી શોભે.. 

        આપણે બધા વર્ષોથી પુરુષપ્રધાન સમાજમાં રહીએ છીએ.. ઘર ચલાવવાનો હોય કે પછી દેશ, પુરુષો કહે એજ સાચું.. એજ ખરું.. ત્યારે સવાલ થાય કે શુ સ્ત્રીઓ માં એ કાબીલીયત નહીં હોય કે એ પુરુષસમોવડી ઉભી રહે.. ?

        આપણાં જ સમાજની વાત છે કે દેશભરમાં હજારોની સંખ્યામાં છેડતીઓ ના, બળાત્કારના, મારપીટના અને બીજા ઘણા કિસ્સાઓ રોજ આપણી સામે આવે છે.. છતાં આપણે એના માટે શુ કરીએ છીએ.. 

         છેડતી, કે પછી રેપ કોઈ પુરુષ કરે ને દોષ આપણે સ્ત્રીઓ ને આપીએ છીએ.. ક્યારેક કહીએ ટૂંકા કપડાઓ ને કારણે આવું થાય, એમ કહી એના પહેરવેશને દોષ આપીએ છીએ.. તો ક્યારેક કહીએ છીએ કે છોકરીઓ નો જ વાંક હતો એણે જ રાતના બાર ના નીકળાય ને.. પણ શુ કામ..? 

         એણે શુ અને કેવું પહેરવું જોઈએ એણે કેમ રહેવું.., કેમ વાત કરવી જોઈએ.. ક્યારે ઘરેથી નીકળવું જોઈએ ક્યારે ન નીકળવું જોઈએ.. આવી રોકટોક સ્ત્રીઓ પર જ શુ કામ લાગુ થાય છે.. પુરુષો ને તો તમે ક્યારેય નહીં કહ્યું કે.. 

         તારે આ કરવું જોઈએ.., આમ રહેવું જોઈએ.. આટલા વાગ્યે નીકળવું જોઈએ.. આટલા વાગ્યા સુધીમાં પાછું આવી જવું જોઈએ.. 

         ઉપરથી આપણે સ્ત્રી પુરુષ સમાનતા ની પણ વાતો કરીએ છીએ.. આમાં ક્યાં અર્થે સમાનતા..

         દરેક પુરુષોને જાણે સ્ત્રીઓ ને જ કાબુ કરવી છે.. પણ કેમ..? શુ એ સ્વતંત્ર ના રહી શકે..? શુ એને સ્વતંત્રતાનો પોતાની રીતે જીવવાનો હક નથી.. એ તમારી મા હોય કે બહેન છે.. એ તમારી પત્ની હોય, પ્રેમિકા હોય કે પછી દીકરી એને તમે પ્રેમ કરી શકો એને તમે એને જોઈતું માન-સમ્માન આપી શકો પણ પ્રેમના નામે, કે પછી ઘરની ઈજ્જતના નામે એને ઘરની ચાર દિવારોમાં પુરી રાખવી, એની પાસેથી એના સપનાઓ એની બધી ઈચ્છાઓ એની સ્વતંત્રતા છીનવી લેવી એ કઈ વ્યાજબી વાત નથી.. 

         આપણે ક્યારેય સ્ત્રીઓ માટે કશું કર્યું જ નથી.. જો ખરેખર કર્યું હોય તો ઉપર મેં જે કઈ રોજબોરજ બનતા બનાવોની વાત કરી એ બનેત જ નહીં.. આપણે શુ કર્યું તો માત્ર વાતો.. 

         કોઈ પુરુષ, પોતાના ઘરની સ્ત્રીઓ (જેમાં મા, બહેન, દીકરી, પત્ની અને પ્રેમિકા બધું જ આવી જાય..) વિશે કશું જ ના સાંભળી શકે.. પણ પછી એજ પુરુષ બીજા ના ઘરની સ્ત્રીઓ પર લાળ ટપકાવતો ભૂખી નજરે જોતો હોય, એના વિશે એલફેલ મન પડે એવા અપમાન જનક શબ્દોમાં બોલતો હોય.. પણ કેમ..?

          અત્યારે તો લગભગ ટીનએજ છોકરાઓ થી માંડીને આધેડ ઉંમરે પહોંચેલા પુરુષો પણ કઈ ઘરની બાહર નીકળ્યા નથી.. કે આસપાસની બધી જ છોકરીઓ જોવાનું, મહિલાઓ ને તાંકવાનું શરૂ કરી જ દીધું હોય.. 

           તમારા ઘરની સ્ત્રીઓ પર તો દરેક જાતની રોકટોક લગાવો છો.. શુ ક્યારેય પુરુષો પર લગાવી, 

           હેય પગ સીધા કરીને બેસ.., ફ્રોક સરખું કર, આંખો નીચી રાખ.. વાળ બાંધીને ફર.. આ કર.., આવું કર આ ના કર.. આમ કર્યું જ કેમ..? વગેરે વેગરે કેટકેટલું એને કહીએ છીએ આપણે.. પણ પુરુષો ને.. એને તો આપણે ક્યારેય કશું જ નહીં કહેતા.. શુ કામ..? એ પુરુષ છે એટલે..?

           જેવી રીતે સ્ત્રીઓને મર્યાદામાં રહેતા શીખવો છો એમ ક્યારેયક પુરુષોને પણ શીખવાડો.. એને શીખવાડો કે સ્ત્રી એ કોઈ માલ નહીં પણ માન છે.. કોઈના ઘરનું સમાજનું, દેશનું માન સમ્માન છે..

-veer,


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ