વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હે ! નારી તું ઉઠ



કોઇનું કામ ફરજ સમજીને કરે તો ઠીક,

બાકી, ક્યાં સુધી ? કોઈની તાનાશાહીમાં

કાયમ માટે દબાયેલી રહીશ.


કોઈની સેવાચાકરી કરે ત્યાં સુધી તૉ ઠીક,

બાકી, ક્યાં સુધી ? કોઈના કડવા વેણ

સાંભળીને કચડાયેલી રહીશ.


કોઈકની લાગણી જાણે ત્યાં સુધી તો  ઠીક,

બાકી, કયાં સુધી ? તારી લાગણીઓને દબાવીને

મનમાં ને મનમાં મૂંઝાયેલી રહીશ.


કોઈની કહયાગરી થઈને રહે ત્યાં સુધી તો ઠીક,

બાકી, ક્યાં સુધી ? કોઈને સારું લગાડવા

અંતરમનથી ગભરાયેલી રહીશ.


કોઈનો પડયો બોલ ઝીલે ત્યાં સુધી તો ઠીક,

બાકી, કયાં સુધી ? કોઈના આધિપત્ય હેઠળ

આમ ને આમ મૂરઝાયેલી રહીશ.


હે ! નારી તું ઉઠ,


ક્યાં સુધી ? કયાં સુધી ?

અંતરની વૅદનાઓને

તારી ભીતર ધરબાયેલી રાખીશ.


હે ! નારી તું ઉઠ,  તું ઉઠ,  તું ઉઠ,



*પ્રીતિ શાહ*   *("અમી-પ્રીત")*

*અંકલેશ્વર*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ