વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોળી ને દિવાળી

રંગવું છે ઘણું પણ,રંગાતું નથી

આ શમણું છે એવું,પૂરાતું નથી


હોળી ને દિવાળી,સઘળું સરખું

દોસ્તો વીણ પર્વ, સજાતું નથી


સૂની શેરી ને આ સુનું છે ગામડું

આ દલડું છે એવું ભરાતું નથી


સમજી શકે એવું ક્યાં છે મનડું

હવે વ્હાલનું ડૂસકું રડાતું નથી


મળે જો કોઈ તો,કહી દઉં સઘળું

પણ,ઘડી વિના કોઈ,મળતું નથી


આશુમન સાંઈ યોગી રાવળદેવ

8469910389

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ