વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના

શૉપિઝેન- ચિત્રસ્પર્ધા ક્રમાંક: ૧૦


3જા નંબરે ઉતીર્ણ


🔯🔯🔯🔯🔯🔯


વિભાગ: ગદ્ય


શીર્ષક: કોરોના


🔯🔯🔯🔯🔯


વહુનાં આવવાનાં સમાચાર મળતાં જ હર્ષાબેન હરખઘેલાં થઈ ગયાં. દિકરો લગ્ન કરીને વહુ સાથે પાંચ વરસથી અમેરિકામાં સ્થાયી હતો. દિકરાનો બિઝનેસ અનેક દેશોમાં વિકસેલો હતો. ચીનને 'કોરોના' વાયરસે ભરડો લીધો તે વખતે નિશાંત બીઝનેસ અર્થે ચીનમાં ગયો હતો. અનેક પ્રક્રિયામાંથી પસાર થયા પછી  માંડ ભારત પહોંચ્યો.


મનમાં તો હર્ષાબેનને ડર હતો કે અમેરિકાની ચકાચૌધમાં અંજાયેલી સ્વીટીવહુ ભારતનાં નાના અમસ્તા ગામમાં આવવા માનશે ખરી ? છત્તાં તેમને દિકરાને કહ્યું,


"જો નિશાંત, ત્યાંનો ધંધો સમેટી લે અને ભારતમાં જ રહી જા. સ્વીટીને પણ તું અહીંયા જ બોલાવી લે."


   પહેલી હોળી  દિકરા-વહુ સાથે પ્રગટાવીને પરત ફરતી વખતે હોળી પ્રગટાવવાનું મહત્વ, કપૂર સહિત જાત-જાતની સામગ્રીથી હવા શુધ્ધિકરણનાં ફાયદા સમજાવતાં હર્ષાબેન બોલ્યાં,


         "જો, આ 'કોરોના' ને પણ આપણે  'સ્વાઈન ફ્લૂ' ની જેમ ભગાડી દઈશું.


        સ્વીટીને ગામડાંની અભણ સાસુની સૂઝબૂઝ પ્રત્યે માન ઉપજ્યું.


       ઘરમાં આવતાં જ લાઈટો જતાં હર્ષાબેન દીવો લઈને આવ્યાં.   


       હર્ષાબેનનાો ચહેરો  દીવાનાં અજવાળાથી અને ઘર દિકરા-વહુથી ઝગમગી ઉઠ્યું.



પ્રીતિ શાહ ("અમી-પ્રીત")


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ