વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભરોસો

                                         

ચારુના મૃત્યુ પછી કદાચ પહેલી વાર  આજની સવાર આટલી ખૂશનુમા લાગી રહી હતી. સમયની તેજ  દોડમાં આટલા વર્ષ કેમ પસાર થઈ ગયા અને કઈ રીતે ? તે મારા સિવાય કોને ખબર હોય! પણ કાલે  તેનો ફોન આવતાં જીવને કેટલી નિરાત લાગે છે. કેમ કે તે ત્રણ વર્ષે ડિગ્રી લઈને આવી રહી છે .એટલે જ તો મારા માટે આજનો દિવસ સોના જેવો લાગે છે  બાકી તો દરેક દિવસ સરખા ! કોઈ નવીનતા નહીં એકલતા ઘૂમરાતી રહેતી.આમ તો  હવે હું  જીંદગીની દોડમાં દોડી દોડીને  હાંફી ગયો છુ. હવે તે આવે એટલે મારાથી જરા પણ દૂર નહીં કરું .તેણે  ભીની થયેલી આંખ લૂછી . એટલામાં પોસ્ટમેને આવીને પરબીડિયું આપ્યું . અરે! આતો અમેરિકાથી લેટર આવ્યો લાગે છે પણ તે તો  કદી લેટર નથી લખતી તો આ ....અને ફોન પર તો તેણે મને લેટર બાબત કઈ  કહ્યું પણ નહીં કે તેણે લેટર લખ્યો છે ! તે મલકાયો.  ઓહ ! કોઈ સરપ્રાઈઝ લાગે છે ! તેણે ઝડપથી લેટર ખોલ્યો , સંબોધન વાંચતા તે ચોંકી ગયો, અરે ! આ કોનો લેટર છે ! તે  પાસે પડેલી ખૂરસી માં બેસી ગયો. અને  વાચવા લાગ્યો ,

પ્રિય કિસન ,

વાંચીને ચોંકી ગયોને ! આમ તો આ સંબોધન કરવાનો હક્ક હું ઘણા વર્ષો પહેલા ખોઈ ચૂકી છુ . છતાં કરી રહી છુ કારણ કે તું સદા મારી નજીક રહ્યો છે તે કદાચ તું નહીં સમજે . આજે હું તને બધુજ કહેવા માગું છુ . પપ્પા મમ્મીના ઈમોશનલ ડ્રામાથી ભોળવાઈને મે સેમ સાથે લગ્ન કરી લીધા  હતા॰ હું સેમની પત્ની બની પરદેશ આવી ગઈ . થોડા જ દિવસોમાં સેમે તેનું પોત પ્રકાશવા માડયું . હું વાસ્તવિકતાની ધરતી પર ઊંધે માથે પછડાઈ હતી . મે મારુ બધુ જ ગુમાવી દીધું હતું. તે મને ખુબજ ત્રાસ આપતો ,મારતો, પણ આ અજાણી ધરતી !અહી મારુ કોણ હતું ?  હું કોની આગળ મારા  ધૂખડા રડું ! સહન કરવા સિવાય છૂટકો જ નહોતો . પાસપોર્ટ તેના કબજામાં હતો. તું ક્ષણે ક્ષણે મને યાદ આવ્યો . મને થતું કે મે તને દગો કર્યો તેના પાપનું ફળ હું ભોગવી રહી છુ. હમેશા મને લાગતું  કે તું મારા રોમેરોમમાં વસેલો છે . બધુજ ગુમાવ્યા પછી હું કયા મોઢે ભારત પાછી આવું ! જ્યારે તેનું  ફળ મારા પેટમાં પાંગરતું હતું .

ક્રીશનો જન્મ થયો ત્યારે પણ સેમ મારી પાસે નહોતો. તે ગોરી છોકરી સાથે રખડતો હતો . અને એક દિવસ મને અને ક્રીશને છોડી જતો રહ્યો . મે ધીરજ ગુમાવ્યા વગર તેની  મૉટેલ ચાલુ રાખી. ક્રીશને મોટો કરવામાં બધુ જ દૂર હડસેલાઈ ગયું .ક્રીશ જ મારુ જીવન હતો .મન જ્યારે નવરું પડતું ત્યારે તમે બધાં નજર સામે આવતા .જાણે તું અટ્ટહાસ્ય કરતો , ‘જા... ખુબજ મોહ હતો ને પરદેશ નો ! મારાથી પણ વધારે ભરોસો હતો ને તેના પર ! ભોગવ હવે ! હું મનોમન તારી માફી માંગતી . ત્યાં આવવાની મારી હિમ્મત જ નહોતી. .

ક્રિશ અત્યારે ચોવીસ વર્ષનો થઈ ગયો છે તે બિલકુલ એના પપ્પાની પ્રતિકૃતિ છે . બીજાને દગો આપવો તે ગુણ તેના બાપના જ ઉતર્યા છે. કદાચ તને હસવું આવશે કે, મે પણ તારી સાથે ....પણ મે મમ્મી પપ્પા ને લીધે તને છોડયો .મારા દીકરાને સારા સંસ્કાર આપવામાં હું નિષ્ફળ નીવડી છુ . તને થશે કે આ બધુ હું આટલા વર્ષે તને શા માટે કહી રહી છુ .તો તેનું કારણ છે ક્રિશ ની ગર્લફ્રેન્ડ ! તે આ પતંગિયા જેવી ભોળી છોકરી ને અવળે માર્ગે લઈ જઈ રહ્યો છે. તે જ્યારે તેને શરાબ પીવડાવીને ઘરે લાવ્યો ત્યારે મને ખબર પડી . અત્યારે તો મે તેને બચાવી છે .પણ ક્યાં સુધી હું તેને બચાવી શકીશ ? . તે છોકરી મારી વાત  માનવા તૈયાર જ નથી. તને થશે કે તેમાં હું શું કરું ? પણ મે તે છોકરીની બેગ ખોલી અને જોયું તો તેમાં રહેલો ફોટો જોઈને હું ચકરાઈ ગઈ . તેમાં તું તારી દીકરી સાથે હસી રહ્યો છે .હા... એ છે  પિંકી !તારી પ્રતિકૃતિ !  મારા દીકરા સાથે પિંકી કદાપિ સુખી નહીં થાય .મારી સાથે થયું તે હું તેની સાથે કદી  નહીં થવા દઉં .તું જલદી  અહી આવીજા અને તારી પિંકીને લઈ જા . તારા આવવા માટે હું સગવડ કરી રહી છુ. મને સંતોષ થશે કે મે તારા માટે કઈક કર્યું . પિંકી દ્વારા જાણ થઈ કે તારી પત્ની આ દુનિયામાં નથી. તે જાણીને દૂ:ખ થયું. પિંકી બહુ  ડાહી છોકરી છે જો ક્રિશ તેને લાયક હોત તો મને મારા ઘરની વહુ બનાવવાનો ખૂબ જ આનંદ થાત.   ખેર.. ચાલ હવે, એવું મારુ નસીબ ક્યાથી હોય . તારા આવવાનો મને ઈન્તઝાર રહેશે॰  કોઈને કોઈ રીતે મારા લીધે તારા જીવનમાં તોફાન  આવે છે તે બદલ મને માફ કરજે પણ આ વખતે તોફાન સામે ટક્કર ઝીલવા હું  વચમાં ઊભી રહીશ . ચાલ ત્યારે ,તારી રાહ જોતી...   

                                                               લી.  બદનસીબ પૂજા

પત્ર વાંચીને કિસન ઢગલો થઈ ગયો. ઓહ ! પૂજા, હું તને શું કહું ?દગો તો મે તારી સાથે કર્યો છે. જે તને ખબર નથી. તારાથી છૂટવા મે જ તારા મમ્મી પપ્પાને સેમ સાથે ઓળખાણ કરાવી ને ....! તે પાપની સજા  હું અત્યારે ભોગવી રહ્યો છુ .મે તારી જિંદગી બરબાદ કરી અને તું મારી પિંકી માટે....!

************                        ************************               ***********   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ