વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂતિયા શેલ

               "સુન મેરે હમસફર.. ક્યાં તુજે ઈતની સી ભી ખબર......... મેરી સાંસે.... "


              આમ કેહતા કેહતા અલય રીતિને વળગી પડ્યો. થોડું અંતર બનાવીને રીતિના પગ પર પોતાના બન્ને પગ રાખી ને રીતિને કમ્મર થી પકડી ને એકબીજાની આંખોમાં આંખ નાખીને અલય ગાવા મંડ્યો......


                      "કિતની હંસી....... "


             રીતિને હસવું કે રડવું સમજ પડતી નહતી. એક વ્યક્તિ જીવનમાં મળ્યાનો આનંદ અને લાગણી ભીની આંખો.અલયની આંખોમાં જાણે તેને આખુ વિશ્વ દેખતું હોય, તે રીતે કાંઈ પણ  પ્રતિકાર કર્યા વગર, બન્ને આ ક્ષણ માણતા રહ્યા. દૂર દૂર સુધી કાળા ડિબાંગ વાદળો અને દૂર અગાસીમાંથી  દેખાતી બ્લુ અને પીળી લાઈટ્સ.નિરવ શાંતિ અને અલય દ્વારા ગવાતું ગીત.અલયના મોઢામાંથી આવતી બિયરની વાસ અને રીતિની કમ્મર પરની પકડ, રાત ને વધારે રસપ્રદ બનાવતી હતી. અગાસી જાણે નવા પ્રેમ ની સાક્ષી હોઈ તેમ શાંતિથી રાતને ઘોળતી જતી હતી. પાંચ દસ મિનિટ સુધી બન્ને એક બીજામાં ખોવાયેલા રહ્યા. રીતિના મનમાં એક નવો જ ભાવ હતો. કદાચ જીવનમાં પહેલી વાર પ્રેમનો અનુભવ કરી રહી હતી. પ્રેમમાં વધારો કરવા ઝરમર ઝરમર વરસાદ એકદમ મધુર સંગીત અને બન્નેના બદનને વધારે નજદીક લાવતો હતો. નિરવ શાંતિ, ધીમું, શાંત નૃત્ય અને એક નવો રાચતો સંબંધ. કેરેલાની લીલીછમ ધરતી પર બે ગુજરાતીનો નવો પાંગરતો પ્રેમ અને બન્નેના જીવનની નવી શરૂઆત. 


        "ભાઈ........ "


            આ આવાજની સાથે બન્ને હેબતાઈ ગયા અને દરવાજા તરફ જોયું.આકાશ ઉભો હતો.આકાશ અલયનો ખાસ મિત્ર છે.


         "અત્યારે જ આને આવવું હતું.....સાલા "


          અલય ધીરેથી બબડયો.અલય સ્વભાવગત કોઈ ગાળ બોલે એ પેહલા રીતિએ તેના મોઢા પર હાથ રાખીને કીધું..


        "નીચે આવીએ તમે જાવ "


         રીતિ અને અલય હાથ પકડીને નીચે ઉતર્યા. વિશાલ અને તેની  પત્ની ટીવી  જોતા હતા અને આકાશ પેગ બનાવતો હતો. રીતિ અને અલય બન્ને ઇજનેરીના વિદ્યાર્થીઓ હતા. રીતિને પુસ્તકોમાં , આધ્યાત્મમાં , તત્ત્વ ચિંતનમા રસ હતો. જ્યારે અલય તદ્દન અલગ. મોઢું ખોલે અને ગાળોનો વરસાદ. જેટલી સૌમ્ય રીતિ, તેટલો જ ક્રૂર દેખતો અલય. આમ તો રીતિ અને અલય એકબીજા ને ઓળખતા હતા પરંતુ એકદમ ઘર થી દૂર, મિત્રો સાથે કેરાલાની ધરતી પર કંઈક અલગ જ થઈ રહ્યું હતું.


                "ચાલ ભાઈ.... "


                કહીને આકાશએ બન્ને મિત્રોને બોલાવ્યા. ત્રણેય મિત્રો  કેરેલાના ભાડે રાખેલ  આલીશાન શેલ( ઘર )માંથી બહાર  નીકળ્યા. શેલની અંદર રીતિ અને વિશાલના  પત્ની ગરિમા બન્ને સોફા પર બેઠા હતા. રીતિ વાત કરવાની કોશિશ કરતી હતી પરંતુ ગરિમાએ ડ્રિન્ક લીધું હોવાથી તેણે મુલતવી રાખ્યું. બહાર સિગરેટનો કશ મારીને ગપાટા મારતા ત્રણેય મિત્રો ઠંડકના વાતાવરણમા ગરમી પેદા કરવાની કોશિશ કરતા હતા. વરસાદ  બંધ થવાનું નામ લેતો નહોતો. ક્યારેક ઝરમર તો ક્યારેક મુશળધાર. એક દિવસથી ચાલુ હતો.


          "કેવી લાગી રીતિ? " વિશાલએ પૂછ્યું.


           "મારા પ્રકારની નહિ, છતાં સારી લાગી... "અલય બોલ્યો.


           ઘરથી આટલે દૂર આકાશ,  અલય અને વિશાલ કેરેલા ફરવા  અને પોતાની કૉમન મિત્ર રીતિને મળવા આવ્યા હતા. રીતિ કેરાલા ની કૉલેજમા સોફ્ટવેર નો અભ્યાસ કરતી હતી .વિશાલએ પોતાની મરજીથી કોર્ટમાં ગરિમા સાથે લગ્ન કર્યા હતા. વિશાલ, ગરિમા, આકાશ અને અલય બરોડામાં સાથે ઇજનેરીનો અભ્યાસ કરતા હતા. ઘરે ખોટું બોલીને કૉલેજથી ગુલ્લી મારીને આવેલા મિત્રો એકબીજાના જીગરી જાન  છે.ટ્રેનમા બે દિવસની મુસાફરી ખેડીને આવેલા મિત્રોને ટ્રેન સરખો  ફોન ચાર્જ કરવા મળ્યો નથી. સાથે બેસીને બીયરથી થાક દૂર કરવાનાં પ્રયત્નો કરે છે.


             "આ......બચાવો... "


             અંદર થી ચીસ આવી. ચાર માળનો શેલ, શહેરથી દૂર જગ્યા,ઘરેથી આવતા ફોનો, ગયેલી વીજળી, ભૂતિયા દેખાતો કાળો ચોકીદાર  અને ન રોકાતો વરસાદ.આ બધુ જ, વાતાવરણને ભયાનક મૂકતું હતું. ટ્રેનના લોકલ ડબ્બામાં કેરાલા સુધી આવેલા ત્રણેય મિત્રો માંથી કોઈનો ફોન ચાર્જ નથી. રીતિના ફોનમા બેટરી છે અને આકાશ પાસે પાવેરબેન્ક છે. ચીસ સંભાળી ને ત્રણેય અંદર જાય છે. રીતિ કે ગરિમા નહિ દેખાતા ત્રણેય મિત્રો ડરી જાય છે. વિશાલ ચારેય માળ ચડે છે.એક પણ માળ પર રીતિ કે ગરિમા દેખાતા નથી. આકાશ શેલ ની આસપાસ જુવે છે. બહાર નીકળીને આગળના  ફળીયામા શોધે છે. ક્યાંય બન્નેનો પત્તો  લાગતો નથી . ભારે ઠંડીમા અલયને પરસેવો ચડે છે. રીતિ અને ગરિમા ગયા ક્યા....

વધુ આવતા અંકે.....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ