વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુલમહોરનો પુનર્જન્મ

હેમંત રોજ દિવસમાં ચાર વખત એ ગલીમાંથી ગુજરતો.  ભણતરના મામલામાં તોકુટુંબીઓ, પડોશીઓ અને માસ્તરો એ પણ '' નું સર્ટીફીકેટ આપી દીધેલું.  પિતાની ઓળખાણથીએક પેઢીમાં જતો. નામું ધીમે ધીમે શીખ્યો. ધીમે ધીમે પેઢીસાથે, તેનાશુષ્ક વાતાવરણ અને કાષ્ઠ-મુખી કર્મચારીઓ સાથે અનુકુલન સધાતુંગયું. તેનેથતું ગયું એક સાથે બે અવસ્થા જીવ્યા વિના છૂટકો નથી, કદાચ એમાં જઆનંદ છે.પેઢીના દરવાજામાં પ્રવેશતા તે પરિપક્વ અને કર્તવ્ય નિષ્ઠ યુવાનહતો, અનેછૂટવાનો સમય થાય એવો તરત તે યુવાનીમાં જાણે બાળપણનો સંચાર થતોજાય. અનેબહાર પગ મુકતા જ તોફાન-મસ્તીથી તેની રગો ભરાઈ જતી. સાયકલ પુરપાટદોડાવતો.ઘરે જતો. ઘર જતા રસ્તામાં જુદી જુદી ગલીઓમાં પસાર થતો, ખાડા-ટેકરાકુદાવતો , નવી નવી સાયકલ શીખેલો એક મુગ્ધ બાળક જાણે.

*

તે ગલીમાં, ઘણી વખત એક ગુલમહોરના ઝાડ નીચે ઉભો રહેતો. ઝાડ નીચે ચા વાળોબેસતો. ક્યારેક પૈસા બચ્યા હોય તો ચા પીવા ઉભો રહેતો. સામે એક ઘર હતું. ઘરનાનું હતું પણ કુટુંબ કાફલો મોટો હશે એ તે જોઈ શકતો. તે ઘરમાં હેમંત રોજએકયુવતીને જોતો. ઘરમાં સ્ત્રીઓ તો ઘણી દેખાતી, પણ આંખમાં આ આકૃતિ વધુ ફીટબેસતી હતી. તે સ્ત્રી હતી કે યુવતી? ઉમર નાની હશે પણ વ્યક્તિત્વ જાજરમાનહતું એટલે તે સ્ત્રી લાગતી હતી? કે નાની ઉમરમાં નિકાહ થઇ ગયા હશે માટે તેયુવતી ભાસતી હતી? ખબર નહિ. પણ, હેમંતને તેને જોતા જોતા ઘરે પહોચવામાંક્યાંમોડું થઇ જતું, ખબર ના રહેતી.

*

હવે તો ચા માટેબહુ વળગણ ના હોવા છતાં વળગણને ગળે લગાડવું પડે એમ હતું. ગમેતેમ કરીનેપૈસાનો મેળ કરતો. પેઢીનું નામું હવે તો બહુ ઝડપથી લખાઈ જતું.અને છુટ્યાપછી  એ સાયકલ પુરપાટ દોડતી. ગુલમહોરનું ઝાડ. લાલ ચટ્ટક ગુલમહોર.અને સામેતે લીલા રંગનું ઘર. ઘરની ચહલ-પહલનો અવાજ. તે ફળિયામાં રમતાકુકડાનો અવાજ.ગલીમાંથી તેની નજર સામેથી નીકળતા લોકો, બાળકો વિગેરેનોકોલાહલ. અને જેવી  તે બારણાંમાંથી માથે ઓઢેલી તે યુવતી દેખાતી. બધા જ અવાજસમી જતા. ફક્તદ્રષ્ટિની ઇન્દ્રિય જ ચાલુ રહેતી, હેમંતની. રોજ તે જગ્યા એઉભું રહેવાનું.ચા માટે ક્યારેક ૨ આનાની જગ્યા એ ૪ આના અપાઈ જતા, ખબર નારહેતી. પણ તેનામાટે ક્યાં આ ખોટનો ધંધો હતો જ? ૨ આનાની ખોટની જગ્યા એઆંખમાં લાખ-લાખરૂપિયાની આકૃતિ અને એ સપના લઇને ઘરે પાછો ફરતો.નામ ન'તી ખબર, તો પણ તેનેજોવામાં જાણે બીજી દુનિયાનો અહેસાસ થતો, પછી નામ જાણવાની પણ શું જરૂર?

*

ક્યારેક તે ઘરના નાના બાળકોને રમાડતી કે ક્યારેક કુકડા સાથે રમતા-રમતાસ્ત્રી-યુવતીમાંથી 'છૂટીને' બાળક લાગતી. તો ઘણી વાર બધા સાથે બહાર જતા-આવતાબુરખામાં ઢંકાયેલી. હવે તો હેમંત તેને બુરખા ઓઢેલી સ્ત્રી-જૂથમાંથી પણશોધી કાઢતો. તે ચા. તે ઘર. તે દ્રશ્યો. તે ગુલમહોરના ફૂલ. તે પેઢી. તે ગલી.અને વળી પાછા તે જ ગુલમહોર. આ બધા જાણે જીંદગીનો પર્યાય બનતા થઇ ગયા.

*

દેશ આઝાદ થયો. ભાગલા પડ્યા. એક દિવસ પેઢીમાંથી નિત્ય ક્રમ મુજબ છૂટ્યો. એ જપુરપાટ વેગે સાયકલ દોડી. આંખોમાં એ જ નવા નવા બાળકનું અવતરણ અને એ મુગ્ધમસ્તી. ધૂળની ડમરીઓ ઉડાડતી, હવામાં ઉડતી એ સાયકલ અને તે ગુલમહોરના ઝાડ નીચેઅચાનક લાગતી બ્રેક. ચા નું કહે છે. અને ૨ આના કાઢવા જતા હાથ ખિસ્સામાં જઅટકાઈ જાય છે. તે ઘર બંધ હતું. તાળું લટકતું હતું. ના તો કુકડા કે ના કોઈચહલપહલનો અવાજ. ઘરમાંથી એક કોરી-સુકી શાંતિ તેની તરફ, તેને વિટળાવવા જાણેઆવી રહી હતી. આજે પહેલી વાર એ, તે ઘરની ડેલી અડકે છે. તાળું છે. ફળિયામાંછૂટો છવાયો સામાન પણ નથી, પણ એક ધારો સન્નાટો છે.  આ કોરી શાંતિ ક્યાંકતેને કાયમ ભીનો જ ના રાખે તેવો ડર મનમાં ઘસી જાય છે. ચા વાળાને પૂછતાં ખબરપડે છે કે તે લોકો હિજરત કરી ગયા. પાકિસ્તાન તરફ નીકળી  ગયા. મૂર્તિની જેમસ્થિર થઇને સાંભળે છે. ઝાડ નીચે બેસી જાય છે. આજે પૃથ્વીનુંગુરુત્વાકર્ષણતેને વધુ લાગી રહ્યું છે.  નીચે પડેલા ગુલમહોરના ફૂલને મસળેછે. ચગદે છે.આંખમાં દુખ નથી પણ એક ખુન્નસ દેખાય છે. મસ્તીમાંકુદતી-ફૂદ્ક્તી આ આંખોપહેલા ચંચળતાને કારણે અસ્થિર રહેતી, હવે કોઈ અજંપોતેને કાયમ અસ્થિર રાખશે? કયો અજંપો? આકાશ તરફ તાકી રહે છે. જુલાઈ મહિનાનુંવાદળછાયું આકાશ. અનેમોહરી ઉઠેલો 'ગુલ-મહોર'. જાણે તેની હાંસી ઉડાવે છે.ત્યાંથી તેના પિતાશ્રીનીકળે છે. અને તેને સભાન પણે આવેલીબેશુદ્ધ-અવસ્થામાંથી ઉભો કરીને હેમંતને  પોતાની સાથે ઘરે લઇ જાય છે. જતાજતા તે જોઈ રહે છે, તે લીલું, બંધ ઘર. અનેતે લાલ-કેસરી ગુલ મહોરનું ઝાડ.જાણે બધું છેલ્લી વાર જોઈ રહે છે.

*

મનહર ઉધાસની ગઝલનો પ્રોગ્રામ છે.પ્રોગ્રામના પાસ આખા કુટુંબ માટે આવ્યા છે.પોતાને લકવો મારી ગયો છે, અડધો દેહ નિષ્પ્રાણ છે. માટે સામાન્ય રીતે તેક્યાંય જવા-આવવાનું પસંદ કરતો નથી. પણ સુખી પુત્ર-પુત્રવધુઓના આગ્રહથી અનેપૌત્રો-પૌત્રીઓની  કાલી-કાલી વાતોને વશ થઇ આવવા તૈયાર થઇ જાય છે.પત્નીનિર્મલા વર્ષોના સહવાસથી પતિની,હેમંતની; બાળકોની ખુશી માટે, મન મારીનેપરાણે આવવાની મુખાકૃતિ સમજી જાય છે. અને સાથે સસ્મિત તે પણ આવે છે. દીકરાઓએકદમ જહેમતથી મોટી ગાડીમાં બેસાડીને ઓડીટેરીયમ લઇ જાય છે. પત્ની નિર્મલાનીબાજુમાં જ,વ્હીલચેરમાં બેસે છે, ભરચક હોલમાં, ગઝલના પ્રોગ્રામ માટે.. . .અને ગઝલ શરુ થાય છે-- ''શાંત ઝરુખે , વાટ નીરખતી, રૂપની રાણી જોઈ હતી, મેં એકશહેજાદી જોઈ હતી....... તેના હાથની મહેંદી હસતી'તી, તેની આંખનું કાજળ હસતું'તું.... ...''

અને હેમંતના મનમાં કંઈક સળવળાટ થાય છે.અચાનક ઘણો બધો કોલાહલ કાને સાંભળવામળે છે. હોલની બારીમાંથી બહાર નજર નાખેછે. વ્યવસ્થિત કટિંગ કરેલા લીલાઘાસના બગીચાના ખૂણે રહેલું એક ગુલમહોરનુંઝાડ. અને નીચે પડેલા કેસરી કેસરીગુલમહોરના ફૂલો. બારી માં થી આવતી ઠંડીલહેરખી.જાણે દરેક ફૂલની નાજુક, ઠંડીપાંદડીઓ તેના અડધા નિષ્પ્રાણ દેહનેસ્પર્શી જાય છે. ગાલના મૃત સ્નાયુઓપેરેલીસીસ પર વિજય મેળવે છે.હોઠ નહિ, આખો ચહેરો હસી પડે છે. પ્રથમ વખત જહેમંતના ચહેરા પર આવું ગુઢ પણ ખીલખીલાટહાસ્ય જોઈને પત્ની નિર્મલા, તેનાપતિને પહેલી વખત જોતા હોય તે રીતેસાનંદાશ્ચર્યથી જોઈ રહે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ