વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાદાન ભય

બાળકમાંથી જેમ કિશોર થાય અને કિશોરમાંથી યુવાન એમ નિર્દોષતા અને બિન સ્વાર્થીપણું સહજ રીતે ઓછું થતું જતું હોય છે. યુવાનીમાં નિર્દોષતા જોવામળે તેવા બહુ જઓછા ઉદાહરણો જોવા મળે. અને તેવા જ બે બાળકોના રૂપમાં એકયુવા કપલ એટલેપલક અને સ્મિત. કોલેજના બધા સાહેબોને કોઈ પણ બીજા 'કપલ' ઉપર મહદઅંશે નારાજગી હોય પણ આ પલક અને સ્મિત ઉપર એટલો જ વહાલ. કારણ? બંનેનિર્દોષ, ડાહ્યા, રૂપાળા-રૂપાળા ભગવાને ફરિશ્તા જ જાણે મોકલ્યા છે તેવુંસમજી લો.બંનેની જુગતે જોડી. કાયમ સાથે રહે. પલક-સ્મિત એમ નામ સાથે જબોલાય. બંનેરમતિયાળ , કદાચ રમત-રમતમાં જ બંનેને પ્રેમ થઇ ગયો હશે. જે હોયતે બંનેનેજોઈએ તો આંખો ઠરી જાય એવી જોડી. 

*

રોજ કોલેજસાથે જાય, સાથે આવે. સ્મિત ભાઈ, બિચારાને તો ડ્રાઈવરની જ નોકરીકરવાનીહોય. અને પલક પાછળ બેઠી-બેઠી નખરા કર્યે રાખે, પેલાને ચીડવે રાખે, તોઅચાનક ચુપ થઇ જાય તો ક્યારેક રસ્તે વચ્ચે  સ્મિતનું ફટફટીયું  ઉભુંરખાવીરોડ ઉપર ફોટા પડાવે. અને સ્મિત પણ તેને બધા લાડ લડાવે. કોલેજ આવીદુર, હાઈ-વે પર એટલે બંનેને એક બીજા સાથે ધીંગા-મસ્તી કરવાનો સારો એવો સમયમળીરહે. બંને દુનિયા આખીની વાતો કર્યા રાખે. નખરાળી પલક તેને ક્લાસની બધીસિક્રેટ વાતો કરે, પેલો પરાણે સાંભળે હસતું મોઢું રાખીને. બંને લડે-ઝઘડે.

*

એક દિવસ કોલેજમાં હેકટીક દિવસ પૂરો કર્યા પછી આથમણી સાંજે બંને પાછા ફરતાહતા.ફટફટીયું ધીમે ધીમે હવાને ચીરતું ચાલતું હતું.  બંને થાકેલા હતા, તો પણકેટલા સોહામણા લાગતા હતા.  આખો દિવસ બોલ-બોલ કરીને સહેજ તો થાક લાગે ને.પલક સ્મિતના ખભે માથું રાખીને સુતી હતી. ત્યાં બાજુમાંથી પલકને એક મજુરબેલડું નીકળતું દેખાય છે, સાયકલ ઉપર પસાર થતું. પહેરવેશ ઉપરથી મજુરી કરતાહશે તેવું ધારી લે છે. સ્ત્રી ઘૂમટો તાણીને સાયકલના કેરિયર ઉપર બેઠી છે નેપુરુષ જોર કરીને સાયકલ ખેંચે છે.

પલક આંખો મોટી કરી સ્મિતને કહે છે, ધ્યાન રાખજે હો, આપણે આવું ના હોય ક્યાંક.

સ્મિત હસીને મજાકમાં કહે- એ તો એવું થાય પણ ખરું.

પલક તેને મજાકમાં મારે છે.

*

પછીચુપ થઇને બેસે છે. થોડી વાર પછી બાજુમાંથી એક મોટરસાયકલ નીકળે છે.મેલા-ઘેલા કપડા વાળો એક પુરુષ  ઉતાવળથી બાઈક ચલાવે છે અને પાછળ એક સ્ત્રીચારેક મહિનાના બાળકને ખોળામાં લઇને માંડ બેઠી છે. તેઓનો દેખાવ તેમનીઅતિસામાન્ય સ્થિતિની ચાડી ફૂંકે છે. પલકની આંખો પાછી સળવળે છે, ટટ્ટાર થઇનેતે સ્મિતના કાન પાસે જઈને મોટેથી બોલે છે-- આવું પણ ના હોવું જોઈએ હો.ભલેઝુંપડીમાં રહીએ પણ ગાડી જોઈએ એટલે જોઈએ જ.

સ્મિત-- હા મારી માં.

પલક પછી ચિડાય છે. તેના સુંદર ચહેરો એક જગ્યા એ સ્થિર થઇ જાય છે, ના જાણે કયા કયા અને કેટ-કેટલા સપના ચંદ ક્ષણોમાં જોઈ લીધા.

સામા પવનમાં તેમનું ફટફટીયું ધીમે ધીમે ચાલે છે, બંનેના ઘેઘુર વાળ હવામાં કોઈ ચોક્કસ ડીઝાઈન બનાવતા લહેરાય છે.

*

થોડીવાર પછી બાજુમાંથી એક જ બાઈક પર એક આખું કુટુંબ બેઠેલું, બંને ને જોવામળે છે. ૩ બાળકો અને તેના માં-બાપ, લટકાતા-લટકાતા બાઈક ઉપર જાય છે.

આ જોઈને બંને ખડખડાટ હસી પડે છે.

પલક કહે છે-- ના હો, ૩ નહિ કઈ... આપને તો એક જ.. મસ્ત રૂપાળો બાબો

સ્મિત કહે-- ના ઢીંગલી જ..

બાબો, .....

ઢીંગલી,.....

*

ત્યાં તો એક દાદા-દાદી ધીમે ધીમે ચાલતા પણ મોટો અવાજ કરતા લ્યુના પર બાજુમાંથી નીકળે છે.

આદ્રશ્ય બંને જુવે છે. અને સ્મિત હસવું રોકી નાતી શકતો, અને પેલી પણ તેનેહસતા હસતા મારે છે. પલક બોલે છે કે હવે તો કોક બીજો જ ગોતીશ જ...

હસતા હસતા રોડની સાઈડ ઉપર ઉગેલા બાવળ તરફ આજે પહેલી વાર પલકનું ધ્યાન ગયું. તે જોઈ રહી.

ત્યાં બંનેના કાન એ એક શાંત, ધીમો, જાણીતો, મધુર એવો અવાજ સંભળાય છે. અવાજ ધીમે ધીમે નજીક થતો જાય છે.

''હે રામ... હે રામ... તું હી વિધાતા........ ''

પાછળથી કોઈની સ્મશાન યાત્રા આવે છે. શબવાહિની અને પાછળ સફેદ કપડા ધારી , અનેક દ્વિ-ચક્રી વાહનધારી ડાઘુઓ.

પલકઅને સ્મિત બંને એકદમ શાંત થઇને જોઈ રહે છે. બાજુમાંથી શબ વાહિની નીકળીએટલી વાર પોતાનું વિહિકલ સાઈડમાં ઉભું પણ રાખી દીધું, માન આપવા માટે.

શબવાહિનીનીકળ્યા પછી,ફટફટીયું સ્ટાર્ટ કર્યા પછી, બંને ના જાણે કેમ કંઈ જબોલતાનથી. હવે વાળ લહેરાતા નથી પણ હવા ને કારણે એક જ પેટર્નમાં ઉડે છેતેવોઅહેસાસ થાય છે.

બંને સ્થિર ચહેરે બેઠા છે. પલકની હોસ્ટેલ એ સ્મિતતેને ઉતારે  છે. રોજનીજેમ બાય, પાણી-પૂરી, લવ યુ... વિગેરે સંવાદો નથી, કુદરતને પણ મંજુર નથી આબંનેના સ્થિર ભાવહીન ચહેરા.

બંને એકબીજાને છેલ્લી વખત જોતા હોય તેમ જોઈ રહે છે. પોતાના ઘર પાછા જતીવખતે સ્મિત ચાલુવાહન એ જુવે છે કે રસ્તાની સાઈડમાં ઉગેલા  ફૂલો તેનાથી વિરુદ્ધ  દિશામાં જઈ રહ્યા છે.......

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ