વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી ની સવાર



ધૂળ   જેવી  વાતમાં   વાંધા  પડે,

સરવાળે   સંબંધ  એ  મોંઘા પડે;


મોકળાશને નામ જે અળગા પડે,

આખરે  આગળ  જતાં જુદા પડે;


બે  સમાંતર  ચાલતા  રસ્તા કદી,

ક્યાંય ના  ભેગા મળે,  છુટા  પડે;


આમ અમથા આંગણે ડોકાય જે,

કેમ એ  મોકા  ઉપર   મોડા  પડે?


હાથની રેખા જોવી  પુરતી નથી,

પીઠ પરના ઘાવ પણ જોવા પડે;


વાત આ,કયાં બધા સમજી શકે,

ચોતરફ છે ભીડ, તોયે પડઘા પડે;


લાડઘેલી, આ લાગણીને અનિલ

આંખ કાઢી  શબ્દ બે, કહેવા પડે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ