વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાજન મારો..✍️,,

*વિભાગ* = *પદ્ય*

*શીર્ષક* = *સાજન મારો..✍️,,*


અચાનક આવી સપ્ત રંગોથી રંગી ગયો

સાજન મારો,

એકલતામાં પણ હાસ્ય મીઠું રેલાવી ગયો

સાજન મારો,


શાંત હૃદયના ધબકારા એકદમ વધારી ગયો

સાજન મારો,

અટવાયેલા જીવનને ફરી એકવાર મઠારી ગયો

સાજન મારો,


કોરા અંતરપટમાં કઈક તો ખુશ્બુ મહેકાવી ગયો

સાજન મારો,

સપનું ખુલતા જ આંખે આંસુ છલકાવી ગાયો

સાજન મારો,


હોળી ધુળેટી તો આવીને ગયા પણ ના આવ્યો સાજન મારો,

છોડી સઘળું દેશની રક્ષા કાજે સરહદે ઉભો

સાજન મારો,


✍️,,.. *પ્રશાંત એન. વાઘણી ( પ્રવાઘ) સુરત.*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ